લોકસભામાં ભાજપ સહિતના એક પણ પક્ષને સ્પષ્ટ બહુમતી નહિ મળે

અમદાવાદ, તા. 10 મે 2019, શુક્રવાર

23મી મેના રોજ લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. મતદાન શરૂ થયું એ સમયે દેશભરમાં જુદાજુદા સર્વે થયા હતા. તે સમયે મોટાભાગના સર્વેમાં સ્પષ્ટ હતું કે ભાજપ અને એનડીએને લોકસભામાં બહુમતી મળી જશે અને વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ફરી બિરાજમાન થશે.

સર્વેને લઇને શેરબજારમાં ભારે ઉછાળો આવ્યો હતો પરંતુ ચાર તબક્કાના મતદાન બાદ અને પાંચમો કરું થતા પહેલા જે પ્રકારે ભાજપના ટોચના નેતાઓએ નિરુત્સાહ નિવેદનો કર્યા તેને કારણે સૌ કોઈને ખ્યાલ આવ્યો કે ભાજપ માટે આ ચૂંટણી જીતવી જરા પણ સરળ નથી.

બીજીબાજુ ભારતનું સ્ટોક માર્કેટ કેન્દ્રમાં કઈ સરકાર આવે છે તેના આધારે ચાલતું હોય છે. જો કેન્દ્રમાં સ્પષ્ટ બહુમતીવાળી ભાજપની મજબૂત સરકાર આવે તો 2014ની જેમ બજારમાં મોટા ઉછાળા આવી શકે છે.

પરંતુ સ્થિતિ એવી છે કે હાલમાં ભાજપ કે કોંગ્રેસ સહિતના કોઇ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી શકવાની નથી. આ પ્રકારના રિપોર્ટ આવી રહ્યા છે જેને કારણે શેરબજારમાં ભારે ગભરાટ ફેલાયો છે અને છેલ્લા દસ-બાર દિવસથી બજાર સતત તૂટી રહ્યું છે.

શેર બજારમાં લગભગ 2000 પોઇન્ટ જેટલો ઘટાડો થયો છે. પરિણામોની સંભવિત અનિશ્ચિતતાઓને કારણે બજાર હજૂ પણ સ્ટેબલ થઇ શકતું નથી. 23મી મેના રોજ થનારી મત ગણતરી પહેલા બજાર હજુ વધુ તૂટે તેવી આશંકાઓ સેવાઈ રહી છે. આમ શેરબજાર લોકસભાની ચૂંટણીના પરિણામનો માટેનું બેરોમીટર સાબિત થઇ શકે છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VS2Xrv
via Latest Gujarati News

Post a Comment

0 Comments