સેમ પિત્રોડાના નિવેદન બાદ PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર

નવી દિલ્હી, તા. 10 મે 2019, શુક્રવાર

લોકસભાની ચૂંટણીના અંતિમ બે તબક્કા પહેલા ભાજપના હાથમાં 1984ના શીખવિરોધી રમખાણોનું હથિયાર આવી ગયું છે. શીખવિરોધી રમખાણો અંગે કોંગ્રેસ નેતા સેમ પિત્રોડાએ આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરો હુમલો કર્યો છે.

શુક્રવારે રોહતકમાં ચૂંટણી સભાને સંબોધતા PM મોદીએ સેમ પિત્રોડા અને રાજીવ ગાંધી પર આકરા પ્રહાર કર્યા. વડાપ્રધાન કહ્યું કે આ લોકો માટે જીવનની કોઇ કિંમત જ નથી. તેમના આ ત્રણ શબ્દો જ તેમનું ચારિત્ર્ય દર્શાવે છે. PM મોદીએ કહ્યું કે રાજીવ ગાંધીએ પણ કહ્યું હતું કે મોટું વૃક્ષ પડે તો ધરતી હલે છે.

ઉલ્લેખનીય છે કે 1984ના શીખ રમખાણો મામલે કોંગ્રેસને ઘેરી રહેલા ભાજપને નવો હુમલો કરવાની તક ત્યારે મળી જ્યારે સેમ પિત્રોડાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે 1984માં જે થયું એ થયું, પરંતુ મોદી સરકારે એ જણાવવું જોઇએ કે તેમણે પાંચ વર્ષમાં શું કામ કર્યું છે?



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LAiRD3
via Latest Gujarati News

Post a Comment

0 Comments