
નવી દિલ્હી, તા. 10 મે 2019, શુક્રવાર
પૂર્વ દિલ્હીથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિરુદ્ધ લખવામાં આવેલી વિવાદસ્પદ પત્રિકા પર રાજકીય જંગ જામેલી છે. આ વચ્ચે હરભજન સિંહ અને વીવીએસ લક્ષ્મણ ગૌતમ ગંભીરના સમર્થનમાં આવ્યા છે. પૂર્વ દિલ્હીથી ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરના સમર્થનમાં ટ્વીટ કરીને હરભજન સિંહ અને વીવીએસ લક્ષ્મણે કહ્યું કે, ગૌતમ ક્યારેય કોઇ મહિલા માટે ખોટું કહી શકે નહી પછી ભલે તે હારી કેમ ના જાય.
હરભજન સિંહે આશ્ચર્ય સાથે જણાવ્યું કે, ગૌતમ ગંભીરને લઇને ગઇકાલે થયેલી ઘટનાથી ચકિત છું, હું તેમને ખુબ સારી રીતે જાણું છું તેઓ મહિલાઓ વિરુદ્ધ ક્યારેય અપશબ્દો બોલી શકે નહી. તેઓ જીતે કે હારે તે અલગ બાબત છે પરંતુ આ આદમી આ બધી ચીજોથી ઉપર છે.
વીવીએસ લક્ષ્મણે કહ્યું કે, તે ગૌતમ ગંભીરને બે દશકથી જાણે છે અને તેઓ તેમની ઇમાનદારી, ચરિત્ર અને મહીલાઓ માટે તેમની ઇજ્જત પર ગેરંટી આપી શકે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vOcr8B
via Latest Gujarati News
0 Comments