ભાજપ સત્તા પર આવી તો દાઉદ પર પણ એક્શન થશે: મોદી


નવી દિલ્હી, તા. 10 મે 2019, શુક્રવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં કહ્યું છે કે, જો ભાજપ ફરી સત્તામાં આવશે તો મસૂદ અઝહરની જેમ હાફીસ સઇદ અને દાઉદ ઇબ્રાહિમ પર પણ કાર્યવાહી કરવામાં આવશે. દેશ પર જે કંઇ પણ પ્રકારના ખતરા હશે.જ, થળ, નભ, અંતરિક્ષમાં હોય, ભાજપ દેશની સુરક્ષાને લઇને પ્રતિબદ્ધ છે. જે કંઇ પણ પગલા ભરવા પડશે, અમે ભરીશું.

તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, કોંગ્રેસ વિકાસના મુદ્દે ચૂંટણી લડી શકતી નથી, તેથી તે ખોટું બોલે છે જે માટે તથ્યોની જરૂર નથી, પરંતુ ભાજર જનતા પ્રત્યે જવાબદાર છે. અમે દરેક મુદ્દાઓ લોકો સામે રાખીએ છીએ. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ સામ પિત્રોડા, ત્રીજા મોર્ચા પર પણ નિશાન સાધ્યું હતું.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PV9Fre
via Latest Gujarati News

Post a Comment

0 Comments