
નવી દિલ્હી, 10 મે 2019, શુક્રવાર
લિંક્ડઈનએ એક નવું અપડેટ યૂઝર્સ માટે રજૂ કર્યું છે. આ અપડેટના કારણે યૂઝર્સ ફેસબુક જેવા જ ફીચરનો ઉપયોગ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરી શકશે. અગાઉ લિંક્ડઈન પર લાઈક, શેર અને કોમેન્ટનો જ વિકલ્પ હતો પરંતુ હવે યૂઝર્સ કોઈપણ પોસ્ટ પર રીએક્શન પણ આપી શકશે. તેના માટે હવે સેલિબ્રેટ, લવ, ઈનસાઈટપુલ અને ક્યૂરિયસ જેવા વિકલ્પ ઉપલબ્ધ છે. આ ફીચરને ગત માસમાં રજૂ કરવામાં આવ્યું છે. તેનો ઉપયોગ પણ યૂઝર્સ લાઈક બટનને થોડીવાર પ્રેસ કરીને કરી શકે છે.
ફેસબુકની જેમ જ લાઈક બટનને પ્રેસ કરી રાખવાથી અલગ અલગ પ્રકારના રિએક્શન જોવા મળશે. આ નવા ફીચરનો લાભ 50 કરોડ યૂઝર્સને થશે. આ અંગેની વિગતવાર જાણકારી લિંક્ડઈનના બ્લોગમાં આપવામાં આવી છે. તેમાં જણાવ્યાનુસાર યૂઝર્સ હવે પોતાની લાગણી દર્શાવવા લિંક્ડઈનના ફીચરનો ઉપયોગ કરી શકશે. આ ફીચર એક્ટિવ થવાની સાથે લાઈક બટન પણ એક્ટિવ જ રહેશે પરંતુ તેની સાથે ફેસબુકની જેમ અલગ અલગ રીએક્શન પણ યૂઝર્સ ઉપયોગમાં લઈ શકશે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YkAO9T
via Latest Gujarati News
0 Comments