
નવી દિલ્હી, 10 મે 2019, શુક્રવાર
લિંક્ડઈનના યૂઝર્સનો અનુભવ વધારે રસપ્રદ થવા જઈ રહ્યો છે. યૂઝર્સને શાનદાર અનુભવ કરાવવા માટે લિંક્ડઈનમાં ખાસ ફીચર એક્ટિવ કરવામાં આવ્યા છે. આ ફીચર્સના કારણે યૂઝર્સને ફેસબુકના ફીચર્સની મજા લિંક્ડઈન પર માણવા મળશે.
લિંક્ડઈન પર અત્યાર સુધીમાં લાઈક, શેર અને કોમેન્ટ જ કરી શકાતી હતી. પરંતુ હવે યૂઝર્સ કોઈ પોસ્ટ પર પોતાના રીએક્શન પણ આપી શકશે. ફેસબુકની જેમ જ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લવ, ઈનસાઈટપુલ, સેલિબ્રેટ જેવા વિકલ્પ એક્ટિવ કરવામાં આવ્યા છે.
લિંક્ડઈનના બ્લોગમાં આપેલી વિગતોનુસાર આ ફીચરને એક્ટિવ કરી યૂઝર્સના અનુભવને શ્રેષ્ઠ બનાવવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ ફીચર્સનો ઉપયોગ યૂઝર્સ લાઈક બટનને થોડીવાર પ્રેસ કરી રાખી અને કરી શકે છે.
આ રીતે ઉપયોગ કરો રીએક્શન ફીચર
1. લિંક્ડઈનમાં રિએક્શન ફીચરનો ઉપયોગ કરવા માટે ફેસબુકની જેમ જ લાઈક બટનને પ્રેસ કરી રાખો.
2. ફોનમાં જો લિંક્ડઈનનો ઉપયોગ કરતા હોય તો લાઈક કરવાના નિશાનને પ્રેસ કરો. થોડી સેકન્ડમાં રિએક્શનના વિકલ્પ જોવા મળશે.
3. અહીં યૂઝર્સને 4 વિકલ્પ જોવા મળશે જેમાંથી તે પોતાની પસંદ અનુસાર રિએક્શન પસંદ કરી શેર કરી શકે છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YnlPMB
via Latest Gujarati News
0 Comments