દેહ વ્યાપારની ફરિયાદ બાદ ચીને 90 પાકિસ્તાની દુલ્હનના વિઝા અટકાવ્યા

ઈસ્લામાબાદ, તા. 15 મે 2019, બુધવાર

નકલી લગ્ન કરીને પાકિસ્તાની છોકરીઓને ચીનમાં તસ્કરી કરવા માટે લાવવાના સમાચારની સાથે ચીની એમ્બેસીએ 90 જેટલી પાકિસ્તાની દુલ્હનના વીઝા અટકાવી દીધા છે.

પાકિસ્તાનમાં ચીનના 'ડેપ્યુટી ચીફ ઓફ મિશન' લિજિયાન જાઓએ મંગળવારના રોજ કહ્યું કે, ચાલુ વર્ષે ચીની નાગરીકોની 140 અરજીઓ મળી જે પાકિસ્તાની દુલ્હન માટે વિઝા મેળવવા માગે છે. 

એક મીડિયાએ જાઓના નિવેદનને ટાંકીને કહ્યું કે, વિઝા માટેની 50 અરજીને મંજુરી આપી દેવામાં આવી છે જ્યારે બીજી અરજીઓને રોકવામાં આવી છે. એમ્બેસીને 2018માં આવી 142 અરજીઓ મળી હતી. પાકિસ્તાન સરકારે હાલમાં Federal Investigation Agency ને ફરમાન કર્યું છે કે તેઓ લલચાવીને પાકિસ્તાની કન્યાને દાણચોરી કરાવનાર સામે જરૂરી પગલા ભરે.

સ્થાનિક મીડિયા અહેવાલ પ્રમાણે લગ્ન કરાવવા વાળા ઈસાઈ સમાજની ગરીબ કન્યાને પાકિસ્તાનમાં કામ કરતા અથવા મુલાકાતે આવનાર ચીની પુરૂષો સાથે લગ્ન માટે રૂપિયા અને સારા જીવનની લાલચ આપે છે અને ત્યારબાદ ચીનમાં દેહ-વ્યાપાર કરાવે છે

ચીની રાજદુતે કહ્યું કે, બન્ને દેશોના લોકો વચ્ચે થનારા લગ્નની સંખ્યામાં ઉત્તરોતર વધારો જોવા મળ્યો જેના કારણે અધિકારીઓ સતર્ક બની ગયા અને અમે અમારા પાકિસ્તાની સમકક્ષો સાથે સંપર્ક કર્યો અને એમણે કેસની તપાસ શરૂ કરી દીધી છે.

જાઓએ કહ્યું કે, મીડિયા રિપોર્ટમાં ઘટનાને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યો છે. કારણ કે, પાકિસ્તાની કન્યાઓને દેહ-વ્યાપારમાં ધકેલવામાં આવે તેના કોઈ પુરાવા નથી. રિપોર્ટ મુજબ રાજદુતે એ વાત નકારી કાઢી કે બધા લગ્ન ખોટા છે. એમણે કહ્યું કે ચીનમાં પાકિસ્તાની સ્ત્રીઓને તેમના પતિ દ્વારા ત્રાસ આપવામાં આવે છે જેનું નિરાકરણ લાવવામાં આવશે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WPxX8U
via Latest Gujarati News

Post a Comment

0 Comments