નવી દિલ્હી, તા. 15 મે 2019, બુધવાર
શ્રીલંકામાં મુસ્લિમો વિરુદ્ધ રમખાણ થયા બાદ બીજી રાત્રે પણ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. આ પહેલા મુસ્લિમો વિરુદ્ધ હિંસા ભડકી હતી અને ઘરો તેમજ દુકાનોને નિશાન બનાવામાં આવી હતી. એક ફેક્ટરી માલિકે જણાવ્યું કે સોમવારે તેની ફેક્ટરીમાં 200 લોકો આવ્યા અને તોડફોડ કરી આગ લગાવી.
શ્રીલંકામાં આતંકવાદીઓ દ્વારા 21 એપ્રિલે ચર્ચ અને હોટલ સહિતના અન્ય સ્થાનો પર હુમલા કર્યા હતા જેમાં 250થી વધારે લોકોના મોત થયા હતા. આ મામલે શ્રીલંકાની પોલીસે 70 લોકોની ધરપકડ કરી હતી. જે બાદથી અહીં તણાવપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે.
રાષ્ટ્રપતિ મૈત્રિપાલા સિરિસેનાના સલાહકાર શિરાલ લકથિલાકાએ કહ્યું કે, સરકાર તેના પર કંટ્રોલ કરવા માચે પ્રતિબદ્ધ છે અને આજ રાત બાદથી તેના પર સંપૂર્ણપણે કંટ્રોલ કરી લેવામાં આવશે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Ebghx3
via Latest Gujarati News
0 Comments