કાચના ઘરમાં રહેનારા બીજા પર પથ્થર ફેંકતા નથી: રૉબર્ટ વાડ્રાનો PM મોદી પર પ્રહાર

નવી દિલ્હી, તા. 15 મે 2019 બુધવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ પોલીસ તરફથી એસ્કોર્ટ નહીં મળતા જયપુર અજમેર હાઈવે પરના બગરુ પોલીસ મથકે ધરણા કરવા પડ્યા હતા. આ ઘટના બાદ રૉબર્ટ વાડ્રાએ ફેસબુક દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ છે અને કહ્યુ કે જે લોકો કાચના ઘરમાં રહે છે તેમણે બીજા પર પથ્થર ફેંકવા જોઈએ નહીં.

રૉબર્ટ વાડ્રાએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા કહ્યુ કે જે લોકો કાચના ઘરમાં રહે છે તે બીજા પર પથ્થર ફેંકતા નથી. આ વાત અમારા વડાપ્રધાન પર પણ લાગુ થવી જોઈએ. શું આ સારા દિવસ છે જે તેમના ભાઈ સ્વયં એસ્કોર્ટ ગાડી મેળવવા માટે ધરણા પર બેઠા છે?

તેમણે કહ્યુ મારી સુરક્ષા અડધી કરી દેવાઈ જ્યારે મને દરેક બાજુથી જોખમ હતુ. મને તે સમય પણ યાદ છે જ્યારે મારી માતાની સુરક્ષામાં આપવામાં આવેલા 2 સુરક્ષા કર્મચારી પણ બિલ્કુલ હટાવી લેવામાં આવ્યા, જ્યારે તેમના ઘરની બહાર લોકોની ભીડ લાગેલી રહેતી હતી જેઓ કોઈને કોઈ કારણસર મળવા માગતા હતા. જેમાં કોઈ પણ પ્રકારના લોકો હોઈ શકે છે. પરંતુ અમે સન્માનપૂર્વક સરકારના આ નિર્ણયને માન્યો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2EbLAId
via Latest Gujarati News

Post a Comment

0 Comments