
નવી દિલ્હી, 10 મે 2019, શુક્રવાર
ગૂગલએ તેની વાર્ષિક ઈવેન્ટમાં એંડ્રોયડના નવા વર્ઝન Android Q Beta 3ને રિલીઝ કર્યું છે. આ એંડ્રોયડનું 10મું વર્ઝન છે. Android Q Beta 3 ને 21 ડિવાઈસમાં ઉપલબ્ધ કરવામાં આવશે જેમાં ઓપ્પો, એલજી, નોકિયા, વીવો, ટેક્નો અને શાઓમી જેવી કંપનીઓના ડિવાઈસનો સમાવેશ થાય છે. તો ચાલો જાણીએ કે આ નવા વર્ઝનના ખાસ ફીચર કયા કયા છે.
સ્ક્રીન રેકોર્ડિંગ
Android Qમાં સૌથી ખાસ ફીચર તેની ઓપરેટિંગ સિસ્ટમ છે જેમાં સ્ક્રીન રેકોર્ડિંગની સુવિધા મળશે. તેના કારણે તમારે થર્ડ પાર્ટી એપની કોઈ જરૂર પડશે નહીં. તમે સ્ક્રીન રેકોર્ડિંગમાં વોયસ ઓવરનો પણ ઉપયોગ કરી શકો છો કારણ કે તેનો વિકલ્પ તેમાં યૂઝર્સને મળશે.
શેર મેનૂ
કોઈપણ લિંકને શેર કરવા માટેના મેનૂમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. શેયરિંગ માટે એંડ્રોયડ ક્યૂમાં તમને શેયરિંગ શોર્ટકટ્સ પણ મળશે. તેની મદદથી ફાયલ શેયરિંગ ઝડપથી અને સરળતાથી થશે.
પરમિશન
એંડ્રોયડ ક્યૂમાં યૂઝર્સની પ્રાઈવસીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ અપડેટમાં જો કોઈ એપ લોકેશન ટ્રેસ કરવાની પરમિશન માંગશે તો તેની પાસે બે વિકલ્પ હશે જેમાં એક લોકેશનની પરમિશન અને બીજું જ્યારે એપનો ઉપયોગ થાય ત્યારે જ લોકેશનનું એક્સેસ કરવું.
લાઈવ કેપ્શન
એંડ્રોયડ ક્યૂમાં તમને લાઈવ વીડિયોમાં કેપ્શન લખી શકશો. દાખલાતરીકે જો તમે ફેસબુક લાઈવ કરી રહ્યા હોય અને વીડિયો પર કંઈ લખવું હોય તો તમે લાઈવ કેપ્શન ફીચરનો ઉપયોગ કરી શકો છો.
ડાર્ક મોડ
ગૂગલએ Android Qમાં ડાર્ક મોડને એક્ટિવ કર્યું છે. તેની મદદથી સેટિંગ્સ ટોગલમાંથી ઓન અને ઓફ કરી શકાય છે. ડાર્ક મોડ એક્ટિવ થયા પછી ફોનની બેટરી બચશે અને યૂઝર્સની આંખોને પણ આરામ મળશે.
ઉલ્લેખનીય છે કે 13 માર્ચ 2019ના રોજ એંડ્રોયડ ક્યૂનું પહેલું બીટા વર્ઝન રિલીઝ થયું હતું. હાલ ત્રીજું વર્ઝન ચાલી રહ્યું છે. બીટા 6 રિલીઝ થયા પછી Android Qનું ફાઈનલ વર્ઝન રિલીઝ કરવામાં આવ્યું છે. આશા છે કે 2019ના અંત સુધીમાં Android Qનું ફાઈનલ વર્ઝન રિલીઝ કરી દેવામાં આવશે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VS9zWR
via Latest Gujarati News
0 Comments