કેજરીવાલને 'ગંભીર'ચેલેન્જ, આરોપ સાબિત થયા તો જાહેરમાં ફાંસી પર લટકી જઇશે


નવી દિલ્હી, તા. 10 મે 2019, શુક્રવાર

પૂર્વ દિલ્હીથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર આતિશી સાથે જોડાયેલા અભદ્ર પત્રિકા વિવાદ વધુ તેજ બની રહ્યો છે. ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરે હવે નવી ચેલેન્જ સામે રાખી છે. તેમણે આમ આદમી પાર્ટીને ચેલેન્જ આપી છે કે જો તે પાર્ટી તે સાબિત કરી દે કે પત્રિકા મેં વહેંચી છે તો તેઓ જનતા સામે આત્મહત્યા કરી લેશે.

ગૌતમ ગંભીરે ટ્વીટર પર આમ આદમી પાર્ટી અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ટેગ કરતા કહ્યું કે, જો તેઓ તે સાબિત કરી દે કે પત્રિકા વહેંચવાના મામલે તેમનો કોઇ સંબંધ છે, તો જનતાની સામે તેઓ ફાંસી લગાવી લેશે અને જો તેઓ તે સાબિત નહી કરી શકે તો અરવિંદ કેજરીવાલે રાજકારણ છોડવું પડશે, સ્વિકાર છે?

ઉલ્લેખનિય છે કે, આ અગાઉ આતિશીએ દિલ્હી મહિલા આયોગમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે અને દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ગંભીર પર માનહાનિનો કેસ કરવાની વાત કરી છે. જ્યારે ગંભીરના સમર્થનમાં ક્રિક્રેટર હરભજન સિંહ અને વીવીએસ લક્ષ્મણ ઉતર્યા છે. આ અગાઉ ગૌતમ ગંભીરે કહ્યું હતું કે, જો આ  વિવાદમાં તેમના પર લગાવવામાં આવેલા આરોપો સાબિત થાય છે તો તેઓ પોતાની ઉમેદવારી પરત ખેંચશે.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VSMHqi
via Latest Gujarati News

Post a Comment

0 Comments