કલકત્તા, તા. 15 મે 2019 બુધવાર
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપને પોતાનું કડક વલણ બતાવ્યુ છે. દીદીએ કહ્યુ, તમારુ નસીબ સારૂ છે કે હું અહીં શાંત બેસી છુ. નહીંતર હું એક સેકન્ડમાં દિલ્હીમાં ભાજપ કાર્યાલય અને તમારા ઘરો પર કબ્જો કરી શકુ છુ.
તેમણે કહ્યું કે શું અમિત શાહ ભગવાન છે કે તેમના વિરુદ્ધ કોઈ પ્રદર્શન કરી શકતુ નથી? મમતા બેનર્જીએ આ નિવેદન કલકત્તામાં અમિત શાહના રોડ શો દરમિયાન થયેલી હિંસા બાદ આપ્યુ છે.
પશ્ચિમ બંગાળની રાજધાની કલકત્તામાં મંગળવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમિયાન થયેલી હિંસા બાદથી રાજકારણ ગરમાયુ છે. આને લઈને ભાજપે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તૃણમુલ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. ત્યાં મમતા બેનર્જીએ પણ ભાજપને પોતાનુ કડક વલણ બતાવ્યુ છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W2pUIl
via Latest Gujarati News
0 Comments