BJP નેતાની પત્નીઓ મોદીથી ઘભરાય છે: માયાવતીનો PM મોદી પર પલટવાર

અલવર, તા. 13 મે 2019 સોમવાર

માયાવતીએ અલવર ગેન્ગરેપ કેસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન પર પલટવાર કરતા કહ્યુ કે નરેન્દ્ર મોદી અલવર ગેન્ગરેપ પ્રકાશમાં આવતા ચૂપ હતા. તેઓ આ વિશે ઘૃણાસ્પદ રાજનીતિ કરવાના પ્રયત્નમાં છે. આ ઘણુ શરમજનક છે. તેઓ કોઈ અન્યની બહેન અને પત્નીનું સન્માન કેવી રીતે કરી શકે છે જેમણે પોતાની જ પત્નીને રાજકીય લાભ માટે છોડી દીધી હોય.

રાજસ્થાનના અલવરમાં દલિત મહિલા સાથે થયેલા ગેન્ગરેપ વિશે ભારે નિવેદનબાજી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન પર પલટવાર કરતા બસપા સુપ્રીમો માયાવતીએ પણ તેમની પર અંગત ટિપ્પણી કરી છે. તેમણે વડાપ્રધાન મોદી પર સામૂહિક બળાત્કાર કેસ પર રાજનીતિ કરવાનો આરોપ પણ લગાવ્યો છે.

માયાવતીએ કહ્યું, મને તો એ પણ જાણ છે કે ભાજપમાં ખાસકરીને પરિણીત મહિલાઓ પોતાના પતિઓને શ્રી મોદીની નજીક જતા જોઈને ઘભરાય છે કે ક્યાંક આ મોદી પોતાની પત્નીની જેમ અમને પણ અમારા પતિથી અલગ કરી ના દે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YlFD2Q
via Latest Gujarati News

Post a Comment

0 Comments