વજન ઉતારવું હોય તો આ રીતે સ્વિમિંગ

ઉનાળામાં દરેક માણસ સવાર -સાજં એક-બે કલાક સ્વિમિંગ કરવાનું પસંદ કરે છે. ઠંડા પાણીમાં શાંતિથી પડ્યાં રહેવાથી માનસિક અને શારીરિક શાંતિનો અનુભવ થાય છે. આમ તો સ્વિમિંગના અનેક લાભ છે પણ આજે આપણે વજન ઉતારવામાં સ્વિમિંગ કેવી રીતે મદદ કરી શકે તેની વાત કરીશું. રોજે સ્વિમિંગ કરવાથી તમારા શરીરની વધારાની કેલેરી બર્ન થાય છે.


હેલ્ધી ડાયેટ અને નિયમિતત કરસરત છતાં વજન ના ઉતરતું હોય તો સ્વિમિંગની મદદ લઇ શકાય છે. સ્વિમિંગ એક કાર્ડિયોવસ્ક્યુલર એક્સર્સાઈઝ છે. પાણીમાં વજન ઓછુ ફીલ થતું હોવાથી એકસાથે આખા શરીર પર કામ કરવામાં ઇઝિ પડે છે. સાથે જ તરતી વખતે તમારા સાંધાઓ પર કોઈ વજન નથી આવતું તેથી તમે આખા શરીરને કસરતમાં શામેલ કરી શકો છો.

- બટરફ્લાય સ્વિમિંગ સ્ટ્રોક સૌથી અઘરો છે પરંતુ એ એટલો જ પ્રભાવશાળી પણ છે. આનાથી અડધો કલાકમાં 450 કેલરી બર્ન કરી શકાય છે. આ સ્ટ્રોક શરીરનું પોશ્ચર, લચીલાપણુ, અપર બૉડી સ્ટ્રેંથમાં સુધારો લાવે છે. સાથે જ સમગ્ર બોડીને ટોન કરે છે.

- ફ્રી સ્ટ્રાઈલ સ્ટ્રોક પણ અસરકારક છે. આને કરવું થોડું સહેલું છે. આ સ્ટ્રોક નબળી પીઠવાળા માટે વધારે લાભદાયી છે. તે પીઠની માંસપેશીઓની સાથે સાથે હીપ્સની માંસપેશીઓને મજબુત બનાવે છે. જે 10 મિનિટ તેને કરવાથી 100 કેલેરી બર્ન થાય છે.


- બૈકસ્ટ્રોક અને બ્રેસ્ટ સ્ટ્રોકથી પણ થોડું વજન ઉતરવામાં મદદ મળે છે. જો કે તેના બીજા ઘણાં લાભ છે. બ્રેસ્ટ સ્ટ્રોક હાર્ટ અને ફેફસાને મજબુત બનાવે છે, જેનાથી શ્વાસ લેવાની પ્રક્રિયા સુધરે છે. બૈક સ્ટ્રોક કરોડ અને હીપ્સને મજબુત બનાવે છે.

આ વાતોનું રાખો ખાસ ધ્યાન

સ્વિમિંગ કરતી વખતે થોડી સાવચેતી રાખો. સ્વિમિંગ પુલમાં જવાના બે કલાક પહેલા હેવી ખાવાનું ટાળો. સ્વિમિંગ કરતી વખતે તમને ક્રૈમ્પ્સ આવતા હોય તો તરત કોચની મદદ લો. સ્વિમિંગ પુલના ક્લોરિનયુક્ત પાણીમાં જતાં પહેલા એકવાર જરૂર નાહી લો. તમે સ્વિમિંક કરતાં હોવ ત્યાં એક લાઈફગાર્ડ ખાસ હાજર હોવો જોઈએ. પાણીની બોટલ સાથે રાખો અને દર 10 મિનિટ થોડું પાણી પીવો, જેથી તમારું બૉડી હાઈડ્રેડ રહે છે.



from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JxMPF3
via Latest Gujarati News

Post a Comment

0 Comments