
નવી દિલ્હી, તા. 05 મે 2019, રવિવાર
પશ્ચિમ બંગાળાના મુખ્યમંત્રી મમતા બેનર્જીના કાફલા સામે ભાજપના કાર્યકર્તાઓએ નારેબાજી કરી. ચંદ્રકોણમાં મમતા બેનર્જી એક રેલીમાં જઇ રહી હતી. તે દરમિયાન 'જય શ્રી રામ'ના નારા લગાવી રહેલા ભાજપના કાર્યકરોને જોઇ મમતાએ પોતાનો કાફલો રોક્યો અને કાર પરથી ઉતરી. મમતા બેનર્જીએ ભાજપના કાર્યકર્તાઓ પર ગાળો આપવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું, ભાજપ પુરુષોને ખોટો વ્યવહાર કરવા માટે મોકલી તેમની છબી ખરાબ કરી રહી છે.
મમતાને જોઇને કેટલાક ભાજપના કાર્યકર્તા ત્યાંથી ભાગી ગયા ત્યારે મમતાએ કહ્યું કે, જે લોકો આ પ્રકારની નારેબાજી કરી રહ્યાં છે, તેમને 23 મે પરીણામ આવ્યા બાદ પરીણામ ભોગવવું પડશે. મમતાએ ચેતવણી આપતા કહ્યું કે, ચૂંટણી બાદ પણ અહીં જ રહેવાનું છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PJgnAo
via Latest Gujarati News
0 Comments