અનંદનાગમાં ભાજપના જિલ્લા ઉપાધ્યક્ષના ઘરમાં ઘુસીને હત્યા થઇ


શ્રીનગર, તા. 05 મે 2019, રવિવાર

જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં શનિવારે રાત્રે ભાજપના જિલ્લા ઉપાધ્યક્ષ ગુલ મોહમ્મદ મીરની આતંકવાદીઓએ ઘરમાં ઘુસીને ગોળી મારી હત્યા કરી દીધી છે. પોલીસે જણાવ્યુ કે, ત્રણ આતંકવાદી નૌગામ વિસ્તારમાં સ્થિત મીરના ઘરમાં ઘુસ્યા અને તેની કારની ચાવી માંગી અને ગાડી લઇ જતા તેમણે મીરને ગોળી મારી દીધી.

આ હત્યાની વડાપ્રધાન મોદીએ ટીકા કરી અને તેમણે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં પાર્ટીને મજબૂત કરવામાં મીરની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. દેશમાં આવા પ્રકારની હિંસા માટે કોઇ જગ્યા નથી.

પોલીસે જણાવ્યુ કે, ગંભીર સ્થિતીમાં મીરને હોસ્પીટલમાં સારવારઅર્થે લઇ જવામાં આવ્યા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું. અધિકારીએ જણાવ્યું કે, શંકાસ્પદને ઝડપવા માટે વિસ્તારમાં નાકાબંધી કરવામાં આવી છે.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vBxnPN
via Latest Gujarati News

Post a Comment

0 Comments