સુનિલ દત્ત સૌથી વધુ પાંચ લોકસભા ચૂંટણી જીતનારા બોલીવુડ સ્ટાર હતા


અભિનેતામાંથી નેતા બનવામાં સુનિલ દત્ત સૌથી વધુ સફળ રહયા હતા. તેઓ રાજીવ ગાંધીના આગ્રહથી ૧૯૮૪માં મુંબઇ બેઠક પર રામ જેઠમલાણીને હરાવીને પ્રથમ વાર લોકસભાના સાંસદ બન્યા હતા. આ ચૂંટણી પ્રચાર દરમિયાન મંદિર, મસ્જિદ અને ચર્ચમાં ગયા હતા. ૧૯૮૪ થી ૨૦૦૫ સુધી તેઓ લોકસભાની પાંચ વાર ચૂંટણી જીત્યા હતા. ૧૯૯૧માં બાબરી મસ્જિદ તૂટવાની ઘટના પછી મુંબઇ માં કોમી તોફાન ફાટી નિકળતા મુૂંબઇ નોર્થ વેસ્ટના સાંસદ તરીકે રાજીનામુ આપ્યું હતું. તેઓએ શાંતિ અને સદ્ભાવના માટે પદયાત્રાઓ પણ કરી હતી. 

૧૯૮૮માં વિશ્વ શાંતિ માટે પરમાણુ શસ્ત્રોનો પ્રસાર રોકવા  જાપાનના નાગાસાકીથી હિરોશીમા સુધી ૫૦૦ કિમી સુધીની પદયાત્રા જાણીતી છે. આમ સુનિલ દત્તની એક  નેતા અને અભિનેતા તરીકે એક સરખી લોકપ્રિયતા હતી. તેઓ અભિનેતા, નેતા ઉપરાંત માનવતાવાદી સમાજ સુધારક તરીકેની પણ ઇમેજ ધરાવતા હતા. પોતે સ્થાપિત કરેલા રાજકારણના મૂલ્યો અને સિધ્ધાંતો પર હંમેશા અડગ રહયા હતા. પાકિસ્તાનના ઝેલમ જિલ્લાના ખુર્દ ગામમાં જન્મેલા સુનિલ દત્તનો પરીવાર ૧૯૪૭ના ભારતના ભાગલા પછી મુંબઇ આવ્યો હતો. રેડિયો સિલોન પર ફિલ્મ હસ્તીઓના ઇન્ટરવ્યું લેતા સુનિલ દત્ત ખુદ ફિલ્મ ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું. ૨૦૦૪માં તેઓ ચૂંટણી જીત્યા ત્યારે તેમને રમત અને યુવા કલ્યાણ મંત્રાલય સોંપવામાં આવ્યું હતું. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LjvORk
via Latest Gujarati News

Post a Comment

0 Comments