BJPની જીત બાદ મોહન ભાગવત ઉત્સાહમાં: હવે રામનું કામ થઈ જશે

જયપુર, તા. 27 મે 2019, સોમવાર

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત રાજસ્થાનના ઉદયપુરમાં છે. ત્યાં તેમણે રામ મંદિર વિશે એક સવાલનો જવાબ આપતા કહ્યું કે, રામનું કામ કરવાનું છે અને રામનું કામ તો થઈને જ રહેશે. 

RSS પહેલેથી જ અયોધ્યામાં રામ મંદિર બનાવવાની પોકાર કરી રહ્યું છે. આના માટે અખિલ ભારતીય સ્તર પર ઘણા આંદોલનો પણ થયા છે. આ સંસ્થા ભાજપ સરકાર પર દબાણ કરી રહ્યું છે કે, કોઈ યોગ્ય નિર્ણય પર રામ મંદિરનું નિર્માણ થઈ શકે. જ્યારે કેન્દ્રની મોદી સરકારે આ નિર્ણય અદાલત પર છોડ્યો છે. 

ઉદયપુર પહોંચેલા મોહન ભાગવતે અને રામકથા વાચક મોરારી બાપુએ મહારાણા પ્રતાપના શોર્ય, વીરતા, પરાક્રમ અને બલિદાનને યાદ કરી તેમાંથી પ્રેરણા લેવાની વાત કરી. બંન્નેએ પ્રતાપ ગૌરવ કેન્દ્રના નિર્માણને ભવિષ્ય માટે સારા સંકેત જણાવીને રાષ્ટ્ર નિર્માણ માટે યુવાનોને માત્ર રામ નહીં પરંતુ રામ માટે કામ કરવાનું જણાવ્યું. 

કાર્યક્રમને સંબાધિત કરતા RSS પ્રમુખે કહ્યું કે, ઈતિહાસ કહી રહ્યું છે કે જે દેશના લોકો સજાગ, સક્રિય અને શક્તિશાળી હોય, તે દેશનું ભાગ્ય હંમેશા આગળ વધે છે. મોહન ભાગવતે વધુમાં કહ્યું કે, હંમેશા ચર્ચા થાય છે કે, ભારત વિશ્વશક્તિ બનશે પરંતુ તે પહેલાં આપણી પાસે એક ડરનો ડંડો ચોક્કસ હોવો જોઈએ, ત્યારે જ દુનિયા માનશે. મોહન ભાગવતે મોરારી બાપુના સંબોધનને યાદ કરતા કહ્યું કે, રામનું કામ બધાને કરવાનું છે અને રામનું કામ થઈને રહેશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2QoRhHu
via Latest Gujarati News

Post a Comment

0 Comments