
નવી દિલ્હી, તા.30 એપ્રિલ, 2019, મંગળવાર
નવી દિલ્હીના શાસ્ત્રી ભવનમાં આજે બપોરે અચાનક જ આગ લાગી ગઇ હતી જેમાં મહત્તવની ફાઇલો બળી ગઇ હોવાનું મનાય છે. ક્યા કારણોસર આગ લાગી હતી તેની જાણકારી મળી નહતી. આ મામલે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે બળી ગયેલા ફાઇલો પણ મોદી સરકારના બચાવી નહીં શકે. તમારા ન્યાયના દિવસો આવી ગયા છે. રાહુલે કરેલી ટ્વિટના અલગ અલગ અર્થ માનવામાં આવી રહ્યા છે.
શાસ્ત્રીભવનમાં અનેેક મહત્તવના મંત્રાલયો છે. માનવ સંસાધન,કાયદા મંત્રાલય, કંપની બાબતોનું મંત્રાલય, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તેમજ મજૂર મંત્રાલય સહિતની અનેક સરકારી ખાતા આવેલા છે. આગના કારણા જાનનું નુકસાન થયાના સમાચાર મળ્યા નહતા.
આગના કારણે કેટલું નુકસાન થયું તે પણ જાણી શકાયું નહતું. રાહુલ ગાંધીએ કરેલા દાવાને ફાયર બ્ર્રિગેડ વિભાગે ફગાવ્યો હતો અને કહ્યું હતું કે કબાડીના કુલર અને ઇલેકટ્રિકના વાયર હતા. આગ લાગવાના કારણો જાણવા મળ્યા નથી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GUlyeg
via Latest Gujarati News
0 Comments