
નવી દિલ્હી, 26 મે 2019, રવિવાર
ઉનાળો શરૂ થાય એટલે લોકો માટે અનેક સમસ્યાઓ સર્જાવા લાગે છે. તડકો, પસરેવો, ટેનિંગ જેવી અનેક સમસ્યા ઉનાળાના દિવસોમાં થાય છે. આ સમસ્યાઓને દૂર કરવા માટે અને ઠંડક મેળવવા માટે લોકો એવી વસ્તુઓ વધારે ખાતા પીતા હોય છે જેનાથી શરીરને ઠંડક મળે. તેમાં પણ ઉનાળામાં તરસ વધારે લાગતી હોવાથી લોકો ઠંડા પીણા, સોડા, જ્યૂસ વગેરે વધારે પ્રમાણમાં પીવે છે. પરંતુ ઉનાળા દરમિયાન આવી વસ્તુઓનું સેવન ટાળી અને માત્ર પાણી પીવાનો આગ્રહ રાખવામાં આવે તો તેનાથી જબરદસ્ત લાભ થાય છે. પાણીનું સેવન વધારે કરવાથી શરીરમાં ઘણા ફેરફાર થાય છે.
પાણીનું સેવન કરવાથી સૌથી પહેલા તો ચહેરાનો ગ્લો વધી જશે. દિવસભર થોડા થોડા પ્રમાણમાં પાણી પીતા રહેવાથી વધતી ઉંમરની અસર ઘટી જાય છે. જેમને બીપી કે હૃદયની બીમારી હોય કે પેટની સમસ્યા હોય તેમણે પણ સમયાંતરે થોડું થોડું પાણી પીતા રહેવું જોઈએ.
જેમને સ્લીમ બોડીની ચાહત હોય તેમણે વજન ઘટાડવું હોય તેમણે પાણી ખાસ પીવું જોઈએ. જેટલું વધારે પાણી પીશો તેટલી વધારે કેલેરી બર્ન થશે અને વજન ઘટવા લાગશે. વધારે પાણી પીવાથી શરીરની આંતરિક ઊર્જા પણ વધે છે અને દિવસભર શરીર સ્ફૂર્તિવાન રહે છે. પરંતુ ખાસ ધ્યાન રાખવું કે જ્યારે ભુલ લાગી હોય ત્યારે પાણી પીવું નહીં.
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2MoPHar
via Latest Gujarati News
0 Comments