મુંબઇ તા.8 મે 2019 બુધવાર
ટોચની ફિલ્મ સર્જક એકતા કપૂરે કહ્યું હતું કે મારી મેન્ટલ હૈ ક્યા અને રિતિક રોશનને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ સુપર ૩૦ એક સાથે રજૂ થાય ત્યારે હું જરાય કાદવઊછાળ નહીં થવા દઉં.
એકતા કપૂરની મેન્ટલ હૈ ક્યા ફિલ્મમાં કંગના રનૌત અને રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકામાં ચમકી રહ્યા છે જ્યારે સુપર ૩૦માં રિતિક રોશન મુખ્ય રોલ કરી રહ્યો છે.
રિતિક રોશન અને કંગના રનૌત વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની વાત જગજાહેર છે. બોલિવૂડમાં એવી છાપ પડી હતી કે પોતાની કોઇ પણ નવી ફિલ્મ રજૂ થવાની હોય ત્યારે આડાઅવળા વિધાનો કરીને કંગના વિવાદ સર્જે છે જેથી ફિલ્મને પબ્લિસિટી મળી જાય.
પરંતુ મેન્ટલ હૈ ક્યાની નિર્માત્રી એકતા કપૂર છે અને એણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે હું બિનજરૃરી વિવાદ થવા નહીં દઉં. એકમેક પર કાદવ ઊછાળવાની રમતમાં મને રસ નથી.
અગાઉ મેન્ટલ હૈ ક્યા ફિલ્મ જૂનની ૨૧મીએ રજૂ થવાની હતી. પરંતુ પાછળથી એકતાએ કોઇ કારણસર ફિલ્મની રિલિઝ ડેટ બદલાવી હતી અને જુલાઇની ૨૬મીએ ફિલ્મ રજૂ કરવાની જાહેરાત કરી હતી. યોગાનુયોગે જુલાઇની ૨૬મીએ રિતિક રોશનની સુપર ૩૦ રજૂ થવાની છે. મૂળ રિતિકની ફિલ્મ પ્રજાસત્તાક દિને રજૂ થવાની હતી પરંતુ તે દિવસે કંગનાની મણીકર્ણિકા રજૂ થવાની હોવાથી સુપર ૩૦ની રિલિઝ ડેટ બદલાવવામાં આવી. હવે કંગનાની એકતા કપૂર નિર્મિત ફિલ્મ પણ જુલાઇની ૨૬મીએ રજૂ થવાની છે એટલે બોક્સ ઑફિસ પર બંને ટકરાશે.
રિતિક અને કંગના વચ્ચેનો સંઘર્ષ જગજાહેર છે. એ સંદર્ભમાં એકતાએ કહ્યું કે હું કોઇ પ્રકારનો કાદવ-ઊછાળ નહીં થવા દઉં.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LvvmQh
via Latest Gujarati News
0 Comments