આલિયા અને રણબીર વેકેશન માણવા રવાના થયાં

મુંબઇ તા.8 મે 2019 બુધવાર

ટોચની કલાકાર જોડી રણબીર કપૂર અને એની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ મંગળવારે વિદેશમાં વેકેશન ગાળવા રવાના થયાં હતાં. આમ તો બંનેની એક કરતાં વધુ ફિલ્મોનાં શૂટિંગ ચાલી રહ્યાં છે અને બંને બીઝી કલાકાર છે. 

પરંતુ દર વરસે ઉનાળામાં બોલિવૂડના મોટા ભાગના કલાકારો વિદેશમાં વેકેશન ગાળવા પહોંચી જતાં હોય છે. આ વખતે આલિયા અને રણબીર રવાના થયાં હતાં. રણબીરે પોતાની અન્ય ગર્લફ્રેન્ડ દીપિકા પાદુકોણે રણવીર સિંઘ સાથે લગ્ન કર્યાં એ સ્થળે લેક કોમોમાં વેકેશન ગાળવા જવાનો નિર્ણય કર્યો હતો. 

રણબીર હાલ યશ રાજની શમશેરા ફિલ્મ કરી રહ્યો છે. સાથોસાથ એ કરણ જોહરની બ્રહ્માસ્ત્ર કરી રહ્યો છે જેમાં એની સાથે મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને આલિયા ભટ્ટ બંને ચમકી રહ્યાં છે. વચ્ચે વચ્ચે આ બંને અમેરિકામાં કેન્સરની સારવાર લઇ રહેલા રિશિ કપૂરને મળવા પહોંચી જાય છે.





from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VV5K2W
via Latest Gujarati News

Post a Comment

0 Comments