ન્યૂયોર્ક મુંબઇ તા. 13 મે 2019 સોમવાર
ન્યૂયોર્કમાં યોજાએલા મેટ ગાલામાં સહભાગી થયા બાદ સતત બીઝી શિડયુલ વચ્ચે પણ મોખરાની અભિનેત્રી દીપિકા પાદુકોણે અમેરિકાના આ શહેરમાં કેન્સરની સારવાર લઇ રહેલા સિનિયર અભિનેતા રિશિ કપૂરની મુલાકાત લઇને કપૂર દંપતીને સરપ્રાઇઝ આપ્યું હતું.
બ્રેકપ પછી પણ રણબીર કપૂરની ખાસ દોસ્ત ગણાયેલી દીપિકાને જોઇને નીતુ સિંઘ ખુશ થઇ ગઇ હતી અને એણે દીપિકા સાથે સોશ્યલ મિડિયા પર એક ફોટોગ્રાફ પણ શેર કર્યો હતો. એણે દીપિકાને પોતાના તરફથી એક ભેટ પણ આપી હતી. આ પ્રસંગે રિશિ કપૂરની પુત્રી રિદ્ધિમા પણ હાજર હતી એ પણ દીપિકાને જોઇને આનંદમાં આવી ગઇ હતી.
દીપિકાએ કપૂર દંપતીને સરપ્રાઇઝ આપ્યું તેમ રિશિની પુત્રી રિદ્ધિમાએ દીપિકાને એક બ્રેસલેટ ભેટ આપીને એને સામું સરપ્રાઇઝ આપ્યુ ંહતું. આમ સરપ્રાઇઝની પણ અકસ્માતે આપ-લે થઇ ગઇ હતી.
તાજેતરમાં ફિલ્મ સર્જક રાહુલ રવૈલે રિશિ કપૂરની તબિયત વિશે ટ્વીટ કરી હતી. ખુદ રિશિ કપૂરે પણ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ગયા વર્ષના મેની પહેલીએ મારી કેન્સરની સારવાર શરૃ થઇ હતી. હવે હું કેન્સર ફ્રી છું. જો કે હજુ મને બોન મેરોટ ટ્રાન્સપ્લાન્ટ કરવાના હોવાથી મને પાછાં ફરતાં વધુ બે મહિના લાગી જશે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WFjWKN
via Latest Gujarati News
0 Comments