મુંબઇ તા. 13 મે 2019 સોમવાર
મોખરાની અભિનેત્રી કરીના કપૂર ખાને કહ્યું હતું કે ખાસ તો ઇરફાન ખાન જેવા કલાકાર સાથે કામ કરવાની મારી ઉત્કટ ઇચ્છા હતી એટલે સાવ ટૂંકો રોલ હોવા છતાં મેં અંગ્રેજી મિડિયમ ફિલ્મ સ્વીકારી હતી.
થોડા દિવસ પહેલાં એવા પણ અહેવાલો પ્રગટ થયા હતા કે રોલ ટૂંકો હોવાથી કરીનાએ અંગ્રેજી મિડિયમ ફિલ્મ કરવાની ના પાડી હતી. પરંતુ કરીનાએ એવી સ્પષ્ટતા કરી હતી કે મેં આ ફિલ્મ કરવાની ના પાડી નહોતી.
'વાસ્તવમાં મારે ઇરફાન ખાન સાથે કામ કરવાની આ તક જતી કરવી નહોતી એટલે મેં આ રોલ સ્વીકારી લીધો હતો. ભલે રોલ ફક્ત પાંચ મિનિટનો હોય પરંતુ ઇરફાન ખાન સાથે કામ કરતાં ઘણું શીખવા મળે એવો એ કસાયેલો કલાકાર છે' એમ કરીનાએ કહ્યું હતું.
એણે ઉમેર્યું હતું કે મને ફિલ્મ સર્જક હોમી અડજાણિયાએ પણ એજ કહ્યું હતું કે ભલે તારો રોલ નાનો રહ્યો, પરંતુ ઇરફાન ખાન સાથે કામ કરવાની તક ફરી મળે કે ન પણ મળે એટલે તારે આ રોલ સ્વીકારી લેવો જોઇએ. મને પણ એની વાત ગળે ઊતરી હતી એટલે મેં આ રોલ સ્વીકારી લીધો હતો.
એક પુત્રની માતા થયા પછી પણ કરીનાની ડિમાન્ડ એવી ને એવી જ છે જેવી પહેલાં હતી. એણે પણ પોતાની ચુસ્તી સ્ફૂર્તિ તથા ફિગર જાળવી રાખ્યાં છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JBSHNB
via Latest Gujarati News
0 Comments