
જમ્મુ, તા. 13 મે, 2019, સોમવાર
જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાંથી આર્મીએ લશ્કર-એ-તોયબાના બે આતંકવાદીની ધરપકડ કરી છે. આર્મીના અધિકારીઓનું કહેવું છે કે આ આતંકવાદીઓ હવે કાશ્મીર ખીણની ઉપરાંત જમ્મુના વિસ્તારોમાં પણ આતંકવાદ ફેલાવવાનું ષડયંત્ર ઘડી રહ્યા હતા. બન્ને આતાંકવાદીઓ પાસેથી એ.કે.-૪૭ રાયફ, ૩૦ મેગઝીન અને રૃપિયા ૮.૭૭ હજારની રોકડ જપ્ત કરવામાં આવી છે.
જમ્મુના રામબન વિસ્તારમાં આતંકી ગતિવિધિઓ થઇ રહી હોવાના ઇનપુટ મળતા આર્મીની રાષ્ટ્રીય રાયફલ્સ રેજીમેન્ટ અને કાશ્મીર પોલીસે સોમવારે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે રામબન જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. જેમાં પુલવામાં જિલ્લાના અવંતીપુરા તાલુકાના ચારસુ ગાામના શૌકત અહેમદ શેખ અને કુલગામ જિલ્લાના માલીપુરાના તવીલ મોહીનુદ્દીન દરની ધરપકડ કરવામાં આવી છે.
બન્ને આતંકવાજીઓ લશ્કર-એ-તોયબા સાથે સંકળાયેલા છે અને નાવીદ ઉર્ફે અબુ તલ્લા તરીકે ઓળખાતા નામચિહ્ન આતંકી કમાન્ડના આદેશ પ્રમાણે કામ કરી રહ્યા હતા. બન્ને પાસેથી એ.કે.-૪૭ રાયફલ, ૩૦ મેગઝીન અને ૮.૭૭ હજારની રોકડ પણ જપ્ત કરવામાં આવી છે અને પૂછપરછ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગૂલ-રામબનના પટ્ટા તરીકે ઓળખાતો આ વિસ્તાર જમ્મુ વિસ્તારના પૂંચ, રાજૌરી, ઉધમપુરને દક્ષિણ કાશ્મીરના કુલગામ સાથે જોડે છે. વર્ષ ૨૦૦૦ સુધી આ વિસ્તાર સરહદ પારથી આવતા આતંકવાદીઓના અડ્ડા તરીકે ઓળખાતો હતો.
હવે આતંકવાદીઓ આ વિસ્તારમાં ફરી પકડ જમાવવા માટે આ ગતિવિધિઓ કરી રહ્યા હોવાનું મનાઇ રહ્યું છે. જેથી આર્મી હાલ આ વિસ્તારમાં અને ખાસ કરીને પીર પંજાલ જિલ્લામાં આતંકવાદી ગતિવિધિઓ સામે નિયમિતપણે સર્ચ ઓપરેશન હાથ ધરી રહી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WKOM4E
via Latest Gujarati News
0 Comments