અલવર ગેંગ રેપ કેસનો મુખ્ય આરોપી પકડાયો: અત્યાર સુધીમાં કુલ પાંચની ધરપકડ


(પીટીઆઇ) જયપુર, તા. 9 મે, 2019, ગુરૂવાર

એલવર ગેંગ રેપ કેસમાં મુખ્ય આરોપી સહિત બે પુરૃષોની આજે ધરપકડ કરવામાં આવી હતી, જો કે  લોકસભાની ચૂંટણી ચાલતી હોઇ આ ઘટનાને દબાવી દેવા બદલ વિરોધ પક્ષોએ સરકાર પર પ્રહારો કર્યા હતા.

જયપુર રેન્જના આઇજીપી એ કહ્યું હતું કે જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટે પિડીતાનું કલમ ૧૬૪ હેઠળ નિવેદન નોંધવા  આદેશ કર્યો હતો. બુધવારે રાત્રે મથુરામાંથી મુખ્ય આરોપી હંસરાજ ગુર્જર પકડાયો હતો તો ગુરૃવારે અલવરના પરાગપુરામાંથી એક અન્ય આરોપી છોટેલાલની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી.

તેમણે ક્હયું હતું કે આરોપી ઇન્દ્રા ગુર્જર, મહેશ ગુર્જર, અશોક ગુર્જર સહિત તમામને કોર્ટમાં રજૂ કરાયા હતા અને ૧૩ મે સુધી પોલીસ રિમાંડ પર મોકલાયા હતા. હંસરાજ અને છોટેલાલને શુક્રવારે કોર્ટમાં રજૂ કરાશે.

ગેંગ રેપના કારણે આખા પ્રદેશમાં ભારે વિરોધ થયો હતો. કેટલીક રાજકીય લોકો અને પક્ષોએ  રાજ્યના અજમેર, અલવર, સવાઇ માધોપુર અને ચુરૃ સહિત વિવિધ વિસ્તારોમાં રેલીઓ કાઢી હતી. તેમણે રાજસ્થાન સરકાર પર આ ઘટનાને છુપાવવાનો આક્ષેપ કર્યો હતો.

ભાજપના નેતાઓએ કહ્યું હતું કે તેઓ કલેકટરને આવેદન પત્ર આપવા ગયા હતા, પરંતુ તેઓ હાજર રહ્યા ન હતા.'અમે પેહલાથી જ મંજૂરી લીધી હતી અને કલેકટરનો સમય પણ લીધો હતો, છતાં તેઓ હાજર રહ્યા ન હતા. આ એક ગંભીર મામલો છે. લોકોએ જાણવા માગે છે કે સરકારને કોણે આ ઘટના પર ઢાંક પિછોડા કરવાની પરવાનગી આપી હતી'એમ ભાજપના સાસંદ રાજ્યવર્દન સિંહ રાઠોડે કહ્યું હતું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/305hLlK
via Latest Gujarati News

Post a Comment

0 Comments