
- 'ભારતના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત સંશોધનકાર્યમાં સરકાર, શૈક્ષણિક સંસ્થા અને ઉદ્યોગે હાથ મિલાવ્યા'
મુંબઇ, તા. 9 મે 2019, ગુરુવાર
ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી-બોમ્બે (આઇઆઇટીબી)ના વિદ્યાર્થીઓએ 'અજિત' નામક મ ાઇક્રોપ્રોસેસર તૈયાર કર્યું છે. આ એવું માઇક્રોપ્રોસેસર છે જેની સંકલ્પના, ડિઝાઇન, જેનો વિકાસ અને ઉત્પાદન ભારતમાં કરવામાં આવ્યા છે.
'અજિત'ની શોધને કારણે ભારત દ્વારા કરાતી માઇક્રોપ્રોસેસરની આયાતમાં તો ઘટાડો થશે જ. પણ તે સાથે દેશ ઇલેક્ટ્રોનિક્સમાં સ્વાવલંબી થશે એમ આઇઆઇટીબીના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર માનવ દેસાઈએ કહ્યું.
અજિતના સંશોધનકાર્યને કારણે દેશના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત એવું બન્યું છે કે ઉદ્યોગ, શૈક્ષણિક સંસ્થા અને સરકાર સાથે મળીને કામગીરી કરી છે. મેં અને મારી નવ સંશોધકોની ટીમે આઇઆઇટીબી ખાતે અજિતની ડિઝાઇન તૈયાર કરી હતી. જ્યારે ા પ્રોસેસરની ચીપ અમે ચંડીગઢ સ્થિત સરકારની માલિકીની સેમિ કન્ડક્ટર લેબોરેટરી ખાતે તૈયાર કરી હતી, એમ તેમણે ઉમેર્યું હતું.
મિનિસ્ટ્રિ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી તથા આઇઆઇટીબીએ આ પ્રોજેક્ટ માટે નાણાં ભંડોળ આપ્યું હતું. જ્યારે મુંબઈની કંપની પવઈ લેબ્સે આ સાહસમાં મૂડી રોકાણ કર્યું હતું. આ કંપની પ્રોસેસરની માલિકી ધરાવશે તથા તેનું માર્કેટિંગ કરશે.
દેસાઈને આ પ્રોજેક્ટમાં મદદ કરનારા વિદ્યાર્થીઓમાં સી. અઢણ, એમ. શાહ, નેહા કરંજકર, પિયૂષ સોની, ટિટો અનબડન, અરફાક અહમદ, અશ્વિન જીત, સી. એચ. કલ્યાણી અને નંદિતા રાવનો સમાવેશ થાય છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Hcrrn6
via Latest Gujarati News
0 Comments