મુંબઈ, તા. 11 મે, 2019, શનિવાર
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે વેપારો ધીમા હતા. ભાવમાં સૂસ્તાઈ જણાઈ હતી. ચીન તથા અમેરિકા વચ્ચે મતભેદો તથા ઘર્ષણ વધવાના સંકેતોએ વિશ્વબજારમાં અજંપો જણાઈ રહ્યો હતો. અમેરિકાએ ચીનની આશરે ૨૦૦ અબજ ડોલરની ચીજો પર તાજેતરમાં ેટેરીફમાં વૃધ્ધિ કરી છે અને હવે વાતચીત ચાલી રહી છે એમાં અમેરિકાએ એવો સંકેત આપ્યો છે કે જો ચીન ટ્રેડ સમજૂતી એક મહિનામાં નહિં કરે તો ચીનથી અમેરિકામાં આયાત થતી બધી ચીજો પર અમેરિકા દ્વારા ટેરીફ વધારવામાં આવશે.
વિશ્વબજારના ઓવરનાઈટ સમાચાર આજે મિશ્ર મળ્યા હતા. ન્યુયોર્ક કોટન વાયદો ઓવરનાઈટ ૧૭૮, ૧૧૨ તથા ૧૧૭ પોઈન્ટ ગબડયાના સમાચાર હતા.
અમેરિકા- શિકાગો બજારના ઓવરનાઈટ સમાચારમાં સોયાતેલનો વાયદો ૧૫થી ૧૬ પોઈન્ટ પ્લસમાં રહ્યો હતો જ્યારે ત્યાં સોયાખોળનો વાયદો ૧૨થી ૧૮ પોઈન્ટ નરમ હતો. ઉપરાંત સોયાબીનનો વાયદો ૩૨થી ૩૬ પોઈન્ટ ઘટયો હતો.
મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ સિંગતેલના રૂ.૧૦૫૦ના મથાળે શાંત હતા જ્યારે રાજકોટ બાજુ ભાવ રૂ.૧૦૨૫ તથા ૧૫ કિલોના ભાવ રૂ.૧૬૩૦થી ૧૬૪૦ રહ્યા હતા. ત્યાં કોટન વોશ્ડના ભાવ રૂ.૭૦૫ જ્યારે મુંબઈ બજારમાં કપાસીયા તેલના ભાવ રૂ.૭૫૨ થઈ રૂ.૭૫૦ રહ્યા હતા.
મગફળીની આવકો ગોંડલ બાજુ આજે સવારે આશરે પાંચ હજાર ગુણી તથા રાજકોટ બાજુ આશરે ૧૦ હજાર ગુણી નોંધાઈ હતી તથા મથકોએ મગફળીના હાજર ભાવ ૨૦ કિલોના જાતવાર રૂ.૮૫૦થી ૮૭૫ તથા ઉંચામાં ભાવ રૂ.૯૫૦થી ૧૦૦૦ બોલાઈ રહ્યાના વાવડ હતા. મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ સિંગદાણામાં હાલ વિવિધ ઉત્પાદક મથકોએ ઉનાળુ પાકની આવકો અપેક્ષાથી ઓછી રહી છે પરંતુ હવે પછી આવકો વધવાની આશા બજારના જાણકારો બતાવી રહ્યા હતા.
મુંબઈ બજારમાં આજે પામતેલના ભાવ હવાલા રિસેલના રૂ.૫૯૩ વાળા રૂ.૫૯૧ તથા જેએનપીટીના ભાવ રૂ.૫૮૮ રહ્યા હતા. નવી માગ પાંખી હતી. ક્રુડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૫૧૮ વાળા રૂ.૫૧૬ રહ્યા હતા. આવતા સપ્તાહમાં પામતેલના ભાવમાં નીચા ભાવથી ઉછાળા આવશે તો પણ ટકશે નહિં એવું બજારના જાણકારોએ જણાવ્યું હતું.
દરમિયાન, મુંબઈ બજારમાં આજે સોયાતેલના ભાવ ડિગમના વધી રૂ.૬૯૦ રહ્યા હતા. જ્યારે રિફાઈન્ડના ભાવ રૂ.૭૨૩ બોલાતા હતા. મસ્ટર્ડના ભાવ રૂ.૭૬૦ તથા કોપરેલના ભાવ ૧૦ કિલોના રૂ.૧૧૮૦ રહ્યા હતા. સનફલાવરના ભાવ રૂ.૭૦૫ તથા રિફાઈન્ડના રૂ.૭૫૫ રહ્યા હતા. દરમિયાન, મુંબઈ દિવેલના હાજર ભાવ આજે ૧૦ કિલોના રૂ.પાંચ ઘટી કોમર્શિયલના રૂ.૧૧૭૮, એફએસજીના રૂ.૧૧૮૮ તથા એફએસજી કંડલાના રૂ.૧૧૬૮ રહ્યા હતા. જ્યારે મુંબઈ હાજર એરંડાના ભાવ રૂ.૫૭૬૫ વાળા રૂ.૫૭૪૦ રહ્યા હતા. દરમિયાન, મધ્ય- પ્રદેશ બાજુ મથકોએ આજે બપોરે સોયાબીનની આવકો આશરે ૧૫ હજાર ગુણી નોંધાઈ હતી તથા ત્યાં હાજર ભાવ રૂ.૩૬૭૫થી ૩૭૫૦ તથા પ્લાન્ટના રૂ.૩૭૭૫થી ૩૮૨૫ રહ્યા હતા જ્યારે ત્યાં સોયાતેલના ભાવ રૂ.૭૧૦થી ૭૧૫ તથા રિફાઈન્ડના રૂ.૭૪૫થી ૭૫૦ રહ્યાના સમાચાર હતા.
વિશ્વબજારમાં ક્રુડતેલના ભાવ મક્કમ રહેતાં તેની પાછળ વૈશ્વિક સ્તરે સોયાતેલના ભાવ ઉંચા ગયા છે અને આના પગલે મલેશિયામાં સોમવારે પામતેલનો વાયદો આરંભમાં ઉંચો ખુલવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. વિશ્વબજારમાં બ્રેન્ટક્રુડના ભાવ વધી બેરલદીઠ સપ્તાહના અંતે ૭૦.૬૦થી ૭૦.૬૫ ડોલર બોલાઈ રહ્યા હતા. અમેરિકામાં તાજેતરમાં ક્રુડતેલનો સ્ટોક ઘટયાના સમાચાર હતા.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WBT3qX
via Latest Gujarati News
0 Comments