
ગ્રીસ અને ભારતની પ્રાચિન ધાર્મિક સંસ્કૃતિમાં ઘણી જ સામ્યતા જોવા મળે છે. ખાસ કરીને બંને સંસ્કૃતિમાં વિવિધ પ્રકારની કાર્યકુશળતા ધરાવતા દેવી દેવતાઓ છે. દરેક ભગવાનની પાસે કંઇક વિશિષ્ટ આવડત,અનોખી દિવ્ય શકિત અને શસ્ત્રો છે. આપણે ત્યાં શસ્ત્રો,અસ્ત્રો અને વસ્ત્રોથી દેવી દેવતાઓ ઓળખાય તેમ ગ્રીકના દેવી દેવતાઓની પણ આગવી ઓળખ છે. જો કે ગ્રીક દેવી દેવતાઓની પૂજા કાળક્રમ ઓછી થઇ પરંતુ ભારતમાં આજે પણ દેવી દેવતાઓના મંદિરો છે. દેવતાઓ શાંત અને પ્રસન્ન ચિત્ત મુદ્વામાં જયારે ગ્રીક દેવતાઓ આક્રમક જોવા મળે છે. ગ્રીકના મોટા ભાગના દેવી દેવતાઓ વાળને ખુલ્લા રાખે છે જયારે હિંદુ દેવી દેવતાઓ વાળને બાંધીને કે ઓળીને માથે મુગુટ ધારણ કરે છે. જો કે ગ્રીસની પણ દેવીઓ હિંદુઓની દેવીઓની જેમ શાંત મુદ્રામાં તથા મુગુટ ધારણ કરેલી જોવા મળે છે.
ઝિયસ- ગ્રીસના ઇન્દ્ર જે હવામાન અને વરસાદનું કામ સંભાળે છે
આપણે ત્યાં હાથી પર બિરાજમાન દેવાધિદેવ ઇન્દ્રને વરસાદના દેવ ગણવામાં આવે છે તેમ ગ્રીકમાં દેવોના દેવ ઝિયસ વરસાદ અને હવામાનનું ખાતુ સંભાળે છે. વીજળીના તેજ લીસોટાને પકડીને ઉભેલા ઝીયસના ફોટા ઘણા જ ફેમસ છે. ગ્રીકવાસીઓ પલટાતા હવામાન માટે ઝિયસને જવાબદાર ગણી સ્કાય ગોડ પણ કહે છે. ઝિયસે હેરા સાથે લગ્ન કર્યા હોવા છતાં બીજા પ્રેમ સંબંધો ધરાવે છે. ગ્રીક માન્યતા મુજબ ઝિયસ અને હેરાએ કોઇ અજ્ઞાાત સ્થળે ૩૦૦ વર્ષ સુધી હનીમૂન માણ્યું હતું.
હદિસ - મુત્યુના આ દેવનું કામ યમરાજ જેવું છે

જેમ આપણે ત્યાં યમરાજને મુત્યુના દેવ ગણવામાં આવે છે તેમ ગ્રીક કલ્ચરમાં હદિસએ મુત્યુના દેવ છે. હદિસ માણસનું મુત્યું થાય ત્યારે પ્રાણ લેનાર તથા પુન જન્મ આપનાર દેવતા છે. હદિસને ગ્રીકમાં અંડર વર્લ્ડના દેવતા પણ કહે છે. હદિસ દેવાધિદેવ ઝીયસનો સગો ભાઇ છે. ગ્રીકવાસીઓ હદિસથી ડરતા હોવાથી તેમનું નામ લેતા નથી. હદિસનું શસ્ત્ર ત્રિશુલ છે તેનો ઉપયોગ તે ભુકંપ લાવવા માટે કરે છે. આ દેવતાને પ્લુટો પણ કહે છે.
ગ્રીસના લોકો આર્થિક સમૃધ્ધિ માટે હેરા દેવીને પ્રાર્થના કરે છે

સુખ શાંતિ અને સમૃધ્ધિ માટે લક્ષ્મી દેવીનું પુજન અર્ચન કરવાની સદીઓ જુની પ્રથા ભારતમાં છે. ગ્રીકમાં પણ લક્ષ્મીજી જેવા દેવી છે તેમનું નામ હેરા છે. સંતાન સુખ, લગ્ન જીવન માટે હેરાની કૃપા હોવી જરુરી છે. હેરાએ ઝિયસની પત્ની ને બહેન પણ મનાય છે. હેરા બધા જ દેવોના રાણી પણ છે. ગ્રીસના લોકો આર્થિક સમૃધ્ધિ માટે હેરા દેવીને પ્રાર્થના કરે છે.
ગ્રીસના એથેનાદેવી એટલે આપણા વિધાના દેવી સરસ્વતી

વિધાની દેવી તરીકે દેવી સરસ્વતીને ભારતમાં લોકો પુજે છે જયારે ગ્રીસમાં એથેના દેવીની વિધાના દેવી તરીકે ઉપાસના થાય છે. ઝીયસદેવની આ કુંવારી પુત્રીની કોઇ જ માતા નથી. ઝીયસના વીજળી શસ્ત્રને માત્ર એથેના જ ચલાવી શકે છે. તેમનું ફેવરિટ વૃક્ષ ઓલીવ છે તથા તે ઘુવડ પર પણ સવારી કરે છે. ગ્રીકમાં બીજા પણ એક દેવીનું નામ વિનસ હતું જે પ્રેમ,સેકસ અને સુખ સમૃધ્ધિનું પ્રતિક ગણાતા હતા.
ગ્રીકમાં હેમ્પાએસ્ટસ નામના દેવ વિશ્વકર્માની યાદ અપાવે છે

વિશ્વકર્મા સૃષ્ટીનું નિર્માણ કરનારા દેવ હોવાની હિંદુ ધર્મમાં માન્યતા છે. હિંદુ પુરાણોમાં વિશ્વકર્માને ભગવાન ગણવામાં આવ્યા છે.તેમણે સૃષ્ટીનો નકશો અને ડિઝાઇન તૈયાર કર્યા છે. એવી જ રીતે ગ્રીકમાં હેમ્પાએસ્ટસ નામના દેવ વિશ્વકર્માની યાદ અપાવે તેવા છે. તેમને ગોડ ઓફ ફાયર પણ કહેવામાં આવે છે. આ દેવ આર્ટ, મેટલવર્ક ઉપરાંત દેવોના શસ્ત્રો તૈયાર કરવામાં નિષ્ણાત છે. હેમ્પાએસ્ટસ વિવિધ પ્રકારના શોધ સંશોધનો પોતાના મહેલમાં બેસીને કરે છે. તેઓ હંમેશા હાથમાં હથોડો ધારણ કરે છે.
ગ્રીકના એપોલો એટલે જાણે આપણા સૂર્યદેવ

ગ્રીસના એક દેવનું નામ એપોલો છે જે હિલિંગના પણ દેવ પણ કહે છે જેમના માથા ફરતે ગોલ્ડન એરા જોવા મળે છે. એપોલોદેવ ઝિયસના પુત્ર છે જે સારા તિરંદાજ પણ છે. તેઓ સાયન્સ અને મેડિસનના પણ સારા એવા જાણકાર છે. એપોલો પોતાના તેના ચાર ઘોડાઓને લઇને સૂર્યને આકાશમાં ફરતો રાખે છે. ડેઓસ ટાપું પર આજે પણ એપોલોની આરતી કરવામાં આવે છે. એપોલોનું હોલી એનિમલ ડોલ્ફિન છે.
ગ્રીસના કયુપીડ એટલે પ્રેમનું પ્રતિક ગણાતા કામદેવ

પ્રાચીન સમયથી ભારતમાં કામદેવએ પ્રેમના દેવ ગણવામાં આવે છે એવી જ રીતે ગ્રીસમાં મોટા થઇ રહેલા બાળક જેવા નગ્ન અવસ્થામાં દેખાતા દેવને કયુપિડ તરીકે ઓળખવામાં આવે છે. આ દેવ કામવાસના અને પ્રેમના પ્રતિક છે. માણસને પ્રેમ મળવા માટે આ કામદેવની કૃપા હોવી જરૃરી છે. કામદેવ હાથમાં તીર રાખીને પ્રેમના બાણથી વિધે છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XhvDI1
via Latest Gujarati News
0 Comments