ઝારખંડમાં CRPF ટુકડી પર નક્સલી હુમલોઃ 15 જવાન ઇજાગ્રસ્ત

નવી દિલ્હી, તા. 28 મે 2019, મંગળવાર

ઝારખંડના સરાયકેલા ખરસાવાં જિલ્લામાં મંગળવારે નક્સલવાદીઓએ એક મોટી ઘટનાને અંજામ આપ્યો. અહીંયાના કુચાઇ વિસ્તારમાં નક્સલવાદીઓએ 209 કોબ્રા બટાલિયન અને ઝારખંડ પોલીસની ટુકડી પર આઇઇડી વિસ્ફોટ કર્યો.

સુરક્ષા દળો અને પોલીસ ટુકડી સ્પેશ્યલ ઓપરેશન પર હતાં ત્યારે સવારે લગભગ પાંચ વાગ્યે તેમને નિશાન બનાવીને આઇઇડી વિસ્ફોટ કરવામાં આવ્યો જેમાં 15 જવાન ઇજાગ્રસ્ત થઇ ગયાં. જવાનોની ગંભીર સ્થિતિને જોતાં તેમને સવારે 6:50 વાગ્યે રાંચી એરલિફ્ટ કરવામાં આવ્યાં. જે વિસ્તારમાં નક્સલવાદીઓએ જવાનો પર હુમલો કર્યાં ત્યાં ચૂંટણી સમાપ્તિના બીજા જ દિવસે પણ સુરક્ષાદળો પર નક્સલવાદીઓએ હુમલો કર્યો હતો.

જોકે હાલના બનાવોમાં આ બનાવ વધારે ગંભીર માનવામાં આવી રહ્યો છે કારણ કે નક્સલવાદીઓએ આઇઇડી વિસ્ફોટ કરીને મોટું નુકસાન કરવાનું કાવતરું ઘડ્યું હતું પરંતુ તેઓ પોતાના ઇરાદામાં સફળ નીવડ્યા નહીં.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2QuvlLi
via Latest Gujarati News

Post a Comment

0 Comments