અભિનેત્રી રંજિતા પતિને મારપીટ કરે છે ?

મુંબઇ તા.29 મે 2019 બુધવાર 

મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને સિનિયર અભિનેતા રિશિ કપૂર જેવા કલાકારો સાથે ચમકી ચૂકેલી અભિનેત્રી રંજિતા પોતાના પતિ રાજ મસંદને મારપીટ કરતી હોવાની ફરિયાદ નોંધાઇ હતી.

રાજ મસંદે સિનિયર સિટિઝન હેલ્પ લાઇન પર પોલીસને કરેલી ફરિયાદ મુજબ મેં મારા પુત્રને પૈસા આપવાનો ઇનકાર કર્યો ત્યારે એણે અને મારી પત્ની રંજિતાએ મને મારપીટ કરવા માંડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

રંજિતાએ રિશિ કપૂર સાથે લૈલા મજનુ ફિલ્મથી અભિનય કારકિર્દી શરૃ કરી હતી. ત્યારબાદ એણે પતિ પત્ની ઔર વો, અંખિયોં કે ઝરોખોં સે અને સત્તે પે સત્તા, સુરક્ષા, તરાના, હમ સે બઢકર કૌન, બાજી, ગુનાહોં કા દેવતા વગેરે  ફિલ્મો કરી હતી.

રાજનો પુત્ર અને રંજિતા હાલ અમેરિકામાં બિઝનેસ કરે છે. રંજિતાને જ્યારે ખબર પડી કે રાજ મસંદે પોલીસ ફરિયા કરી છે ત્યારે એણે એક નિવેદનમાં કહ્યું કે નાનામોટા ઝઘડા તો દરેક પરિવારમાં થતાં હોય છે. બાપબેટો સાથે બિઝનેસ કરતાં હોય ત્યારે કેટલાક મુદ્દે બોલાચાલી થતી હોય છે. ગુસ્સામાં મારા પુત્રે કંઇક કહ્યું હશે એથી ઉશ્કેરાઇ ગયેલા રાજ મસંદે પોલીસ ફરિયાદ કરી છે. બાકી વાતમાં કંઇ નથી. આ પિતા પુત્ર અમેરિકામાં બિઝનેસ કરી રહ્યા છે. 

જો કે આ ઘટનાનીપોલીસ તપાસ ચાલી રહી હતી.  જાણકાર સૂત્રોની વાત માનીએ તો કેટલીક ફિલ્મો ફ્લોપ નીવડયા બાદ એનો સ્વભાવ ચીડિયો થઇ ગયો હતો અને એ વારંવાર બૂમાબૂમ કરી બેસતી હતી. 





from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YUtPVr
via Latest Gujarati News

Post a Comment

0 Comments