નવી દિલ્હી, તા 29 મે 2019, બુધવાર
લોકસભાની ચૂંટણી દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી પર 'ડીવાઈડર ઈન ચીફ'નુ લેબલ મારનાર ખ્યાતનામ મેગેઝિન ટાઈમને ચૂંટણીના પરિણામ બાદ પલટી મારવી પડી છે.
હવે ટાઈમ મેગેઝીને નવો લેખ પ્રકાશીત કર્યો છે. 28 મેના રોજ ટાઈમની વેબસાઈટ પર પ્રકાશિત થયેલા આર્ટિકલમાં મેગેઝિને પીએમ મોદી માટે લખ્યુ છે કે, "મોદી હેઝ યુનાઈટેડ ઈન્ડિયા લાઈક નો પ્રાઈમ મિનિસ્ટર ઈન ડિકેડ્સ..."જેનો મતલબ થાય છે કે, "મોદીએ ભારતને છેલ્લા પાંચ દાયકામાં જે રીતે એક રાખ્યુ છે તે કોઈ બીજા પીએમ કરી શક્યા નથી."
આ આર્ટિકલ લખનાર મનોજ લડવા છે જેમણે 2014માં લોકસભા ચૂંટણી દરમિયાન મોદી ફોર પીએમ નામનુ અભિયાન ચલાવ્યુ હતુ. તેમણે આ લેખમાં લખ્યુ છે કે, મોદીની જે પણ સુધારાવાદી નીતિઓ છે તેમાં તમામ ભારતીયો સામેલ છે. આ નીતિઓએ ગરીબોને ગરીબી રેખાથી ઉપર આવવામાં મદદ કરી છે. પોતાની નીતિઓની કડવી અને વખતો વખત બીનજરુરી ટીકાઓ છતા તેમણે પોતાના પાછલા કાર્યકાળ દરમિયાન વોટરોને એક રાખ્યા છે.
જોકે પીએમ મોદી પરનો આ આર્ટકિલ 10 મેના રોજ ટાઈમના કવરપેજ પર પાકિસ્તાન સાથે કનેક્શન ધરાવતા આતિશ તાસીરે લખેલા લેખ કરતા તદ્દન ઉંધો છે. જેમાં તાસીરે પીએમ મોદીની મોબ લિન્ચિંગ સહિત ઘણા મુદ્દે ટીકા કરી હતી. જોકે મોદી પરના આ લેખના કારણે ટાઈમ મેગેઝિન પર ઉલટુ દેશમાં માછલા ધોવાયા હતા.
હવે મોદીનો વખાણ કરતો આર્ટિકલ ટાઈમની વેબસાઈટ પર સૌથી વધુ વંચાયેલા લેખોમાં ટોપ પર છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2wqYSfG
via Latest Gujarati News
0 Comments