ઇઝરાયલમાં ફરી થશે ચૂંટણી, નેતન્યાહૂ ગઠબંધન બનાવવામાં રહ્યાં નિષ્ફળ


નવી દિલ્હી, તા. 30 મે 2019, ગુરુવાર

ઇઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂ ચૂંટણી બાદ ગઠબંધનની સરકાર બનાવવામાં નિષ્ફળ રહ્યાં છે. જે બાદ સાંસદોએ સંસદ ભંગ કરવાનો નિર્ણય કર્યો છે. હવે 17 સપ્ટેમ્બરે ઇઝરાયલમાં ફરીથી ચૂંટણી યોજાશે. ગત મહિને યોજાયેલી ચૂંટણી બાદ તેઓ ગઠબંધન બનાવવામાં નિષ્ફળ રહ્યાં છે અને ઇઝરાયલના ઇતિહાસમાં આવું પહેલીવાર થયું છે જ્યારે કોઇ વડાપ્રધાને ગઠબંધન નહી કરી શકવાના કારણે સત્તા ગુમાવવી પડી હોય. સંસદને ભંગ કરવાના સમર્થનમાં 74 મતો પડ્યા.

એપ્રીલમાં થયેલી ચૂંટણીમાં નેતન્યાહૂની લિકુડ પાર્ટીએ 120માંથી 35 સીટો મેળવી હતી. મતગણતરીના સમયે તેવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે, નેતન્યાહૂ પાંચમીવાર વડાપ્રધાન બની શકે છે પરંતુ હવે તે શક્ય બની શક્યું નથી.


from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Xa15HX
via Latest Gujarati News

Post a Comment

0 Comments