જેટલી સંપૂર્ણ સ્વસ્થ, તેમની તબિયત અત્યંત નાજૂક હોવાના અહેવાલો ખોટા


જેટલી સપ્તાહ પહેલા એઇમ્સમાં સારવાર માટે દાખલ થયા હતા, ભાજપના જશ્નમાં સામેલ ન થઇ શક્યા હોવાથી અફવાઓએ જોર પકડયું હતું 

નવી દિલ્હી, તા.26 મે, 2019, રવિવાર

સોશિયલ મીડિયા પર એવી ચર્ચાએ ભારે જોર પકડયું હતું કે કેન્દ્રીય પ્રધાન અરુણ જેટલીનું નિધન થયું છે. જોકે અફવા સમગ્ર દેશમાં ફેલાઇ ગઇ હતી, જેને પગલે સરકારે સ્પષ્ટતા કરવી પડી હતી અને જણાવ્યું હતું કે આ માત્ર અફવા છે જેટલીનું સ્વાસ્થ્ય સંપૂર્ણપણે સારુ છે અને લોકોને અપીલ કરી હતી કે આ પ્રકારની અફવાઓથી દુર રહે સાથે મીડિયાને પણ જણાવ્યું હતું કે જેટલીનું સ્વાસ્થ્ય સારુ હોવાથી આ પ્રકારની અફવાઓ રોકવામાં મદદ કરે. 

જ્યારે આ અફવાઓ અંગે સ્પષ્ટતા માટે અરુણ જેટલીનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે કોઇ જવાબ મીડિયાને નહોતો આપ્યો જોકે તેમના કાર્યાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જેટલીનું સ્વાસ્થ્ય સંપૂર્ણ પણે સારુ છે અને તેમને કઇ જ નથી થયું, હાલ તેઓ પોતાના નિવાસ સ્થાને આરામ કરી રહ્યા છે. એવા અહેવાલો પણ છે કે નરેન્દ્ર મોદીની કેબિનેટમાં જેટલીને નબળા સ્વાસ્થ્યને કારણે સ્થાન નહીં લે,

તેઓએ પોતાના નબળા સ્વાસ્થ્યની સારવાર માટે અમેરિકા કે બ્રિટન જવું પડે તેવી સ્થિતિ પણ ઉભી થઇ છે જેને કારણે તેમનું ટ્રાવેલિંગનું પ્રમાણ પણ વધી જશે તેથી તેઓ મંત્રીપદ સંભાળી શકે તેવી સ્થિતિમાં નથી.  ભાજપે લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમત સાથે જીત મેળવી હતી, જે બાદ પક્ષના દિલ્હી સ્થિત કાર્યાલય પર ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અરુણ જેટલી હાજર નહોતા રહ્યા.

જેટલી ગયા સપ્તાહે જ એઇમ્સમાં સારવાર માટે દાખલ થયા હતા, જોકે ગુરુવારે તેઓને રજા આપી દેવામા આવી હતી. જે બાદ એવી શક્યતાઓ હતો કે જેટલી જીતના જશ્નમાં સામેલ થશે જોકે તેઓ તેનાથી દુર રહ્યા હતા, જેને પગલે બાદમાં સોશિયલ મીડિયા પર તેમના નિધનના મેસેજ ફરતા થયા હતા. હાલ સરકારે એવી સ્પષ્ટતા કરી છે કે જેટલીના નિધનના સમાચાર સાવ પાયા વિહોણા છે તેમને કઇ જ નથી થયું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2K6qNJJ
via Latest Gujarati News

Post a Comment

0 Comments