મુંબઇ તા.29 મે 2019 બુધવાર
હોનહાર અભિનેતા અર્જુન કપૂરે મલૈકા અરોરા સાથેના પોતાના સંબંધોનો પહેલીવાર જાહેરમાં સ્વીકાર કર્યો હતોે. એણે કહ્યું કે મિડિયાએ અમારા સંબંધને માનની નજરે જોયો એટલે અમે અમારા સંબંધને જાહેર થવા દીધો હતો.
'મિડિયાએ અમારા સંબંધ વિશે ક્યારેક ઘસાતું લખ્યું નથી. મિડિયાએ અમારા સંબંધને સ્વીકાર્યો એટલે અમે સંબંધને ખાનગી રાખવાને બદલે જાહેરમાં પ્રગટ થયા' એમ અર્જુન કપૂરે કહ્યું હતું.
સુપર સ્ટાર સલમાન ખાનના ભાઇ અભિનેતા ફિલ્મ સર્જક અરબાઝ ખાન સાથેનાં બાર પંદર વર્ષના લગ્નજીવનનો અંત આણીને મલૈકા પોતાના પુત્ર સાથે છૂટી થઇ હતી. એણે અને અરબાઝે છૂટાછેડા લીધા હતા. જો કે એ પહેલાંથી અર્જુન સાથેની મલૈકાની દોસ્તી જાણીતી હતી. છૂટાછેડા પછી મલૈકા ખુલ્લેઆમ અર્જુન સાથે દેખાતી થઇ હતી.ઔઅર્જુને વધુમાં કહ્યું હતું કે મેં મિડિયાને વિનંતી કરી હતી કે મારા યા મલૈકાના ઘરની નીચે અડ્ડો જમાવીને ન બેસે. જો મિડિયા સતત અમારા ઘર નજીક હોત તો અમને એવું લાગ્યું હોત કે અમે કશુંક ખોટું કરી રહ્યાં છીએ. મિડિયાએ મારી વિનંતી સ્વીકારીને અમને મોકળાશ કરી આપી હતી. Bollywood news in Gujarati
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VU5RI1
via Latest Gujarati News
0 Comments