લંડન/ મુંબઇ તા.29 મે 2019 બુધવાર
બોલિવૂડના બેતાજ બાદશાહના નામથી જાણીતા સુપર સ્ટાર શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાને તાજેતરમાં લંડનમાં એક મિત્રની બર્થ ડે પાર્ટીમાં હાજરી આપી એના ફોટોગ્રાફને સોશ્યલ મિડિયા પર જોરદાર આવકાર સાંપડયો હતો.
સુહાનાએ આ પાર્ટીમાં પોતાના બૉયફ્રેન્ડ સાથે હાજરી આપી હતી. એણે ફૂલ સ્લીવ્સવાળું સફેદ ટી શર્ટ પહેર્યું હતું. એના વાળ ખુલ્લા મૂકેલા દેખાતા હતા. એ સુંદર દેખાતી હતી અને એના દોસ્તો એને સારું એવું માન આપી રહ્યા હોય એ પણ જોઇ શકાતું હતું.
પહેલી તસવીરમાં એ દોસ્ત સાથે બેઠેલી દેખાતી હતી તો બીજી તસવીરમાં એ સેલ્ફી લઇ રહેલી દેખાતી હતી. સોશ્યલ મિડિયા પર એના ફોટોગ્રાફ્સ રજૂ થતાં એને જોરદાર આવકાર સાંપડયો હતો અને અનેક લાઇક્સ મળી હતી.
હાલ લંડનમાં ભણી રહેલી સુહાનાએ શાહરુખને એની છેલ્લી ફિલ્મ ઝીરોમાં સહાયક તરીકે મદદ કરી હતી. જો કે એ ફિલ્મ બોક્સ ઑફિસ પર ધાર્યો બિઝનેસ કરી શકી નહોતી.
લંડનમાં અભ્યાસ પૂરો કર્યા બાદ સુહાના એક્ટિંગ સ્કૂલ જોઇન કરવાની છે. એની ઇચ્છા પિતાની જેમ અભિનય કરવાની છે એવું જાણવા મળ્યું હતું. શાહરુખના પુત્ર અને પુત્રીને પોતે લોંચ કરવા માગે છે એવું ખમતીધર ફિલ્મ સર્જક કરણ જોહર અગાઉ એક કરતાં વધુ વખત કહી ચૂક્યો છે. જો કે શાહરુખે કરણની વાતને ટેકો ન આપતાં કહ્યું હતું કે હજુ મારાં સંતાનો નાનાં છે અને પહેલાં એ પોતાનું શિક્ષણ પૂરું કરી લે એવી મારી ઇચ્છા છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WcKxCM
via Latest Gujarati News
0 Comments