
અમદાવાદ, 9 મે 2019, ગુરુવાર
ઋતુ બદલે એટલે ત્વચાની સંભાળની રીત પણ બદલવી પડે છે. જેમકે હાલ ઉનાળો ચાલી રહ્યો છે તો ઉનાળામાં થતી ત્વચાની સમસ્યાઓ અનુસાર થેરાપી કરવી જોઈએ. ઉનાળામાં ગરમીના કારણે ત્વચા ખરાબ ન થાય તે માટે મડ થેરાપી અત્યંત ઉપયોગી છે. મડમાં ઠંડક આપવાનો ગુણ હોવાથી ત્વચા માટે તે ઉત્તમ સાબિત થાય છે. આ થેરાપી માટે તમને મુલતાની માટીનો ઉપયોગ પણ કરી શકો છો. તો ચાલો વિગતવાર જાણો કે મડ થેરાપીથી ત્વચાની કઈ કઈ સમસ્યાઓ દૂર થઈ શકે છે.
ખીલ, એક્ને મડ થેરાપી ડીટોક્સિફાઈંગ થેરાપી છે. તેનાથી ખુલી ગયેલા રોમછીદ્રો બંધ થાય છે અને ત્વચા ડીટોક્સ થાય છે. મુલતાની માટીની પેસ્ટમાં લીમડાના પાનની પેસ્ટ ઉમેરી ત્વચા પર લગાવવાથી ખીલ મટે છે અને ત્વચા ચમકદાર બને છે.
પાચન, કબજિયાત પેટના નીચેના ભાગમાં મડ લગાડવાથી પાચનક્રિયા સુધરે છે. આ થેરાપીથી આંતરડામાંથી ગરમી દૂર થાય છે. જૂની કબજિયાત, ગેસ, એસિડિટીની તકલીફ હોય તો આ થેરાપી જરૂર અજમાવો.
ડીહાઈડ્રેશન દિવસમાં 8થી 10 વખત ઝાડા થાય તો મડ પેક પેટ પર લગાવવાથી લાભ થાય છે. જો ઉલટીઓ થતી હોય તો મડને છાતી પર લગાવો.
રૂક્ષ ત્વચા રૂક્ષ ત્વચા કે ઢીલી ત્વચાથી પરેશાન હોય તેણે મડ થેરાપી નિયમિત કરવી જોઈએ. તેના માટે મડમાં ટ્રીટી ઓઈલ ઉમેરી દેવું જેથી ત્વચા ચમકતી અને ટાઈટ થઈ જશે.
આંખ માટે ગરમીમાં આંખને ઠંડક આપવા અને આંખનો સોજો દૂર કરવા આંખ પર મડનો પેક લગાવવો જોઈએ. તેનાથી આંખના સ્નાયૂને આરામ મળશે અને આંખનું તેજ વધશે.
એલર્જી સ્કીન એલર્જીમાં પણ મડ ઉપયોગી છે. તેમાં લીમડાનું તેલ, કપૂર, મેથી દાણાનો પાવડર જેવી વસ્તુ ઉમેરી મડને ત્વચા પર લગાવવાથી તુરંત આરામ મળે છે. એલર્જી હોય તો સાબુના બદલે મડનો ઉપયોગ પણ કરી શકાય છે.
તાવ અને તાણ મડ થેરાપી ત્વચા ઉપરાંત તાવ અને તાણ જેવી તકલીફમાં પણ રાહત આપે છે. બીમારી અનુસાર તેને 15થી 40 મિનિટ સુધી લગાવી રાખવાથી આરામ મળે છે. માનસિક તાણ હોય તો મડને માથાના ભાગે લગાવવી. જો તાવ હોય તો મડને પેટ અને માથા પર લગાવવી.
from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JaiLjg
via Latest Gujarati News
0 Comments