
નવી દિલ્હી, તા. 09 મે 2019, ગુરુવાર
લોકસભાની ચૂંટણીના પ્રચારમાં કોંગ્રેસના નેતા નવજોતસિંહ સિદ્ધુ સતત વડાપ્રધાન મોદી પર નિશાન સાધી રહ્યાં છે. તેવામાં હરિયાણામાં એક ચૂંટણીસભા દરમિયાન સિદ્ધુને કડવો અનુભવ થયો. અહીં સિદ્ધુના ભાષણ દરમિયાન મોદી-મોદીના નારા લાગ્યા. સિદ્ધુ અહીં કોંગ્રેસના ઉમેદવાર દીપેંદ્ર હુડ્ડાનો પ્રચાર કરવા આવ્યા હતા. આ દરમિયાન એક મહીલાએ તેમની તરફ ચપ્પલ ફેંક્યું. જે સ્ટેજ પાસે પડ્યું. જે બાદ પોલીસે એક મહીલાને કસ્ટડીમાં લઇ તેની પુછપરછ કરી.
આ મહીલાનું નામ જિતેંદ્રકૌર બતાવવામાં આવ્યું છે. પોલીસે આ ઘટના પાછળ મહીલાની નારાજગીનું કારણ જણાવ્યુ છે. મહીલા અનુસાર, સિદ્ધુની દાળ ભાજપમાં નહી ગળતા તે કોંગ્રેસમાં આવી ગયા છે. પહેલા તેઓ સોનિયા અને મનમોહનની ટીકા કરતા હતા હવે નરેન્દ્ર મોદીની કરે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vNBQPG
via Latest Gujarati News
0 Comments