ટેનિંગને 10 મિનિટમાં મટાડશે આ ઘરગથ્થુ ફેસપેક

ગ્લોઈંગ અને હેલ્ધી સ્કીન દરેકને ગમે છે. પરંતુ આ ગરમીમાં ચહેરાની રંગત ખોવાઈ જવી તે એક સામાન્ય સમસ્યા છે. તડકાને લીધે સ્કીન દાજી જાય છે અને પછી એને નોર્મલ થતાં બહુ વાર લાગે છે. તેથી ઉનાળામાં સ્કીનની ખાસ કાળજી લેવામાં આવે તે જરૂરી છે.  ઉનાળામાં ગરમ પવનને લીધે સ્કીન ડ્રાય થઈ જાય છે અને ફાટવા લાગે છે.

ગમે તેટલી સનસ્ક્રીન લગાવી લો કે ચહેરો કવર કરીને નીકળો ડ્રાય સ્કીનની સમસ્યા એમને એમ રહે છે. તીવ્ર તડકાને લીધે ટેનિંગની તકલીફ થવી તે સામાન્ય વાત છે. ટેનિંગને લીધે ચહેરો કાળો પડી જાય છે. જો કે આના ઉપાય તરીકે તમે કેટલાક ઘરગથ્થુ ઉપચાર કરી શકો છો.

હોમમેડ ફેસપેકથી મટશે ટેનિંગ


 હળદર અને બેસનનો પૅક

- 2 મોટા ચમચા બેસન

- 1 ચપટી હળદર

- 1 ચમચી ગુળાબજળ

- 1 ચમચો દૂધ

રીત- આ બધી વસ્તુઓને મિક્સ કરીને પૅક બનાવો, ટેનિંગવાળી જગ્યાને સાફ કરીને આ પૅક લગાવીને 20મિનિટ સુધી રહેવા દો. સુકાય એટલે પાણીથી એને ભીનો કરીને સ્ક્રબની જેમ કાઢો.

 એલોવેરા, મસૂરની દાળ અને ટામેટાનો પૅક

1 મોટો ચમચો મસૂર દાળનો પાવડર

1 મોટો ચમચો ટામેટાનો રસ

1 ચમચી એલોવેરાનો રસ

રીત - 

મસૂર દાળના પાવડરને ટામેટાના રસ અને એલોવેરાની સાથે મિક્સ કરીને ઘટ્ટ પેસ્ટ બનાવો. એને ચહેરા પર અને ટેનિંગ હોય ત્યાં લગાવો. અડધો કલાક પછી ઠંડા પાણીથી ધોઈ નાંખો. બેસ્ટ રિઝલ્ટ માટે અઠવાડિયે બે વાર લગાવો.

લીંબુનો રસ, ખીરા કાકડી અને ગુલાબજળ

સામગ્રી -

1 મોટી ચમચી લીંબુનો રસ

1 મોટી ચમચી ખીરા કાકડીનો રસ

1 મોટી ચમચી ગુલાબજળ

રીત-

બધી સામગ્રીઓને બરાબર મિક્સ કરો. તેને ટેનિંગવાળી જગ્યાએ લગાવાને 10 મિનિટ રહેવા દો અને પછી ધોઈ લો. આવું રોજે કરો.

ઉપરોક્ત તમામ માહિતી માત્ર સામાન્ય જાણકારી માટે છે અને એ માટે અમે કોઈ નિષ્ણાંતની સલાહ લીધી નથી. કોઈપણ પ્રકારના પૅક લગાવતા પહેલા સંલગ્ન નિષ્ણાંતની સલાહ અવશ્ય લો.




from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JaQNnK
via Latest Gujarati News

Post a Comment

0 Comments