
અમદાવાદ, 9 મે 2019, ગુરુવાર
શરીરનો ભાર જે પગ ઉઠાવે છે તેના પ્રત્યે દરેક વ્યક્તિ બેદરકાર હોય છે. દિવસ દરમિયાન સામાન્ય રીતે 3000થી 10,000 ડગલા આપણે ચાલીએ છીએ. તેવામાં પગની સંભાળ લેવી જરૂરી થઈ જાય છે. બદલતા વાતાવરણની અસર જેમ ત્વચા અને શરીર પર થાય છે તેમ પગ પર પણ થાય છે. પગની ત્વચામાં પણ ડ્રાયનેસ વધે છે અને અન્ય સમસ્યાઓ થાય છે. તો ચાલો આજે તમને જણાવીએ કે પગની સંભાળ કેવી રીતે લેવી જોઈએ.
એડી
પગની એડીમાં રોજ કેસ્ટર ઓઈલથી માલિશ કરો અને ડેડ સેલ્સને પ્યૂમિક સ્ટોનથી દૂર કરો. સ્નાન કર્યા બાદ એડી પર ઓલીવ ઓઈલ લગાવવું. રાત્રે સૂતા પહેલા એડી પર કોલ્ડ ક્રીમ લગાવો અને કોટનના મોજાં પહેરો.
એથલીટ ફૂટ
આ એક પ્રકારનું ઈંફેકશન છે. જેમાં પગની આંગળીઓના નીચેના ભાગમાં ફંગસ થાય છે. આ ફંગસ સોફ્ટ ત્વચાને દૂર કરી દે છે. જેના કારણે ત્વચામાંથી દુર્ગંધ આવે છે. આવી સમસ્યામાં પગની આંગળીને બરાબર સાફ કરી તેને કોરી કરી અને લોશન લગાવો. આ ઉપરાંત વધારે પડતા મોટા કે નાના જૂતા પહેરવા નહીં.
નખ
પગના નખની સંભાળ પણ જરૂરી છે. પ્રોટીનની ઉણપ હોય તો નખ તુટવા લાગે છે. તેથી પગના નખ નિયમિત કાપવા અને સાફ કરવા. ઉપરાંત રોજીંદા આહારમાં લીલા શાકભાજી અને સલાડનું સેવન વધારે કરવું.
પગમાં ખંજવાળ
પગમાં ઘણીવાર ખંજવાળ અને બળતરા થતી હોય છે. આમ થવાનું કારણ રક્તસંચારની ખામી હોય શકે છે. જો બ્લડ સર્ક્યુલેશન બરાબર રીતે ન થાય તો આ સમસ્યા થઈ શકે છે. તેથી હુંફાળા પાણીમાં શેમ્પૂ અથવા નમક ઉમેરી તેમાં 10થી 15 મિનિટ માટે પગ બોળી રાખો. ત્યારબાદ પગને બરાબર સાફ કરી લોશન લગાવી લો.
from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2J9Owcr
via Latest Gujarati News
0 Comments