આનાથી મોટો કાયર અને નબળો વડાપ્રધાન મેં ક્યાય નથી જોયો: પ્રિયંકા ગાંધી


નવી દિલ્હી, તા. 09 મે 2019, ગુરુવાર

લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કાનો પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. આ પ્રચારમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ખાસ કરીને વડાપ્રધાન મોદી પર આક્રમક જોવા મળી રહી છે. આજે ઉત્તરપ્રદેશના પ્રતાપ ગઢમાં આયોજીત રેલામાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યાં.

તેમણે કહ્યું કે, આનાથી મોટો કાયર, આનાથી નબળો વડાપ્રધાન મેં જીંદગીમાં નથી જોયો. રાજકિય શક્તિ મોટા પ્રચારથી નથી આવી રહી, ટીવી પર દેખાડવાથી નથી આવતી. તેમણે કહ્યું, રાજકિય શક્તિ તે હોય છે કે જે સ્વીકારે કે જનતા સૌથી મોટી છે. જનતાની વાત સાંભળવાની શક્તિ, જનતાના પ્રશ્નો ઉકેલવાની શક્તિ, ટીકાઓ સાંભળવાની શક્તિ, પરંતું આ વડાપ્રધાન તમારી વાત સાંભળવાનું તો છોડો, તમને જવાબ આપવાની નથી જાણતા.

ઉલ્લેખનિય છે કે, આ અગાઉ પણ દિલ્હીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રિયંકા ગાંધી વડાપ્રધાન મોદી પર આક્રમક જોવા મળી હતી અને તેમણે વડાપ્રધાનને નોટબંધી-GST મુદ્દે ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો હતો.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VQciQB
via Latest Gujarati News

Post a Comment

0 Comments