અભદ્ર ભાષાવાળી પત્રિકાઓ વહેચતી થતા ભાવુક થઇ આતિશી, ગંભીર પર લગાવ્યો આરોપ


નવી દિલ્હી, તા. 09 મે 2019, ગુરુવાર

પૂર્વીય દિલ્હીથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર આતિશીએ આજે એક પ્રેસ કોન્ફરન્સ કરી પૂર્વ ભારતીય ક્રિકેટર અને પૂર્વીય દિલ્હીના ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીર પર આરોપ લગાવ્યો જે દરમિયાન તે ભાવુક થઈ ગઈ.

આતિશી અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીશ સિસોદિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી ગૌતમ ગંભીર પર અભદ્ર ભાષાવાળી પત્રિકાઓ વહેંચવાનો આરોપ લગાવ્યો. આતિશીએ કહ્યું, મારો ગંભીરજી પર એક જ સવાલ છે કે જો તેઓ મારી જેવી સશક્ત મહીલાઓને હરાવવા માટે આટલા નીચે જઇ શકે તો સાંસદ બન્યા બાદ તેઓ પોતાના વિસ્તારની મહિલાઓને કેવી રીતે સુરક્ષિત રાખી શકશે.

આ સાથે મનીશ સિસોદિયાએ જણાવ્યું કે, જ્યારે તેઓ દેશના વિરોધીઓ વિરુદ્ધ ચોગ્ગ-છગ્ગા લગાવતા હતા ત્યારે આપણે તેમના માટે તાળીઓ વગાડતા હતા. અમે સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું કે તેઓ ચૂંટણી જીતવા માટે આટલા નીચલા સ્તર સુધી પહોંચી શકશે. તેમણે કહ્યું, ભાજપના ઉમેદવાર અભદ્ર ભાષામાં લખાયેલી પત્રિકાઓ વહેંચે છે. જેમાં ગંદી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેને વાંચીને કોઇ પણ શરમ અનુભવે.

આરોપો બાદ ગૌતમ ગંભીરે ટ્વીટ કરી તેમના આરોપોને ફગાવ્યા છે. તેમણે લખ્યું કે, કેજરીવાલજી હું એક મહિલાની અસ્મિતા સાથે ચેડાં કરવાની તમારી હરકતોની નિંદા કરું છું અને તેઓ પણ પોતાની કલીગ સાથે. આ બધું માત્ર એક ચૂંટણી જીતવા માટે? તમે ખુબ ખરાબ છો મિસ્ટર સીએમ અને તમારું ઝાડું લઇને તમારા જ મગજની સફાઇ કરવાની જરૂર છે.

વધુમાં તેમણે લખ્યું કે, આતિશી અને કેજરીવાલને મારી બીજી ચેલેન્જ છે કે, જો તે આ વાત સાબિત કરે કે મેં આવું કર્યું છે તો હું મારી ઉમેદવારી પરત ખેંચીશ. જો તે સાબિતના થયું તો શું તમે રાજકારણ છોડી દેશો?


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JvAfG3
via Latest Gujarati News

Post a Comment

0 Comments