(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 3 મે 2019, શુક્રવાર
દીપિકા પદુકોણ, પ્રિયંકા ચોપરા જોનાસ અને સારા અલી ખાને ઇન્સ્ટાગ્રામર્સ ઓફ ધ યરનું સમ્માન મેળવ્યું છે. તેઓ સક્રિય રીતે પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર ફોલોઅર્સને રોજનીશીથી વાકેફ કરતા હતા. તેમજ તેઓ ઇન્સ્ટાગ્રામના અકાઉન્ટ પર પોતાની વાતો, સ્ટિકર્સ, તેમજ લાઇવ તસવીર અને વિડીયો પણ મુકતી હતી.
દીપિકાએ આ બાબતે જણાવ્યું હતુ ંકે, હું મારા ચાહકો માટે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ હોઉં છું. હું રોજ તેમની સાથે હસું છું અને લાગણીઓ શેર કર્યું છું.હું હજી વધુને વધુુ શેર કરીશ.
સારાએ ૨૦૧૮માં ઇન્સ્ટાગ્રામ પર અકાઉન્ટ ખોલાવ્યું હતું.તેના સતત વધતા જતા ફેન ફોલોઇંગને જોતાં તેને રાઇઝિંગ સ્ટાર અવોર્ડથી સમ્માનિત કરી છે. સારા ઇન્સ્ટાગ્રામને એક એવુ ંપ્લેટફોર્મ માને છે જેના દ્વારા તે પોતાની જાતને રજુ કરી શકે છે.
પ્રિયંકા ચોપરા જોનાસ પતિ સાથેની લાગણીઓને પોતાન ાઅકાઉન્ટ પર તસવીરો તેમજ વીડિયો દ્વારા પોસ્ટ કરતી હોય છે. તે ભલે હાલ બોલીવૂડમાં સક્રિય નથી, પરંતુ સોશિયલ મીડિયા દ્વારા તે પોતાના ચાહકોના સંપર્કમાં રહે છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WnmvB1
via Latest Gujarati News
0 Comments