મિસાઇલ ડિસ્ટ્રોયર આઇએનએસ રણજીત સોમવારે સેવા નિવૃત્ત થશે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.  3 મે 2019, શુક્રવાર

ભારતીય નૌકાદળમાં ૩૬ વર્ષ સુધી ઉલ્લેખનીય કામગીરી બજાવ્યા બાદ મિસાઇલ ડિસ્ટ્રોયર આઇએનએસ રણજીત સોમવારે સેવાનિવ ૃત્ત થશે.

આંદામાન-નિકોબારના લેફ્ટેનન્ટ ગવર્નર અને નિવૃત્ત એડમિરલ દેવેન્દ્રકુમાર જોશીની ઉપસ્થિતિમાં વિશાખાપટ્ટનમના નેવલ ડોક્યાર્ડમાં યોજાનારા સમારોહમાં આ મિસાઇલ ડિસ્ટ્રોયર (વિનાશિકા)ને સેવા નિવૃત્ત કરવામાં આવશે.

યુએસએસઆરમાં બંધાયેલા આ કેશીન ક્લાસના યુદ્ધ જહાજને ૧૯૮૩માં ભારતીય નૌકાકાફલામાં સામેલ કરવામાં આવ્યું હતું. ૩૬ વર્ષ એકધારી કામગીરી બજાવ્યા બાદ ક્ષેપકાસ્ત્રોથી સજ્જ આ ડિસ્ટ્રોવરને સેવાનિવૃત્ત કરવામાં આવી રહ્યું છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Wr0a5y
via Latest Gujarati News

Post a Comment

0 Comments