હૈદરાબાદના ચિરંજીવીના સ્ટુડિયોમાં ભયાનક આગ ફાટી નીકળી


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 3 મે 2019, શુક્રવાર

હૈદરાબાદના ચિરંજીવીના ફાર્મહાઉસ કમ સ્ટુડિયોમાં શુક્રવારે સવારે ભયાનક આગ ફાટી નીકળી હતી. આ સ્ટુડિયોમાં અમિતાભ બચ્ચનની ફિલ્મનું શૂટિંગ શરૂ થવાનું હતું જે હવે રદ કરવામાં આવ્યું છે. 

ચિરંજીવીના ફાર્મહાઉસ ખાતેના સ્ટુડિયોમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળ્યાના સમાચાર છે. સ્ટુડિયોમાં તૈયાર થયેલો સેટ બળીને ખાક થઇ જતાં રૂપિયા બે કરોડના નુકસાનનો અંદાજ છે. સદભાગ્યે કોઇ જાનહાનિ થઇ નથી. આગ ફાટી નીકળી ત્યારે સેટ પર એક પણ વ્યક્તિ હાજર નહોતી. 

છેલ્લા ત્રણ દિવસથી ફિલ્મ યુનિટનું શૂટિંગ કરતા હતા. ઉલ્લેખનીય છે કે, ચિરંજીવીનું આ ફાર્મ હાઉસ હૈદરબાદના ગન્ડીપેટ બ્લોકના કોકપેટ ગામમાં આવેલું છે. શુક્રવારથી  અહીં અમિતાભ બચ્ચન શૂટિંગ કરવાના હતા જે હવે રદ કરવામાં ાવ્યું છે. ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચ્યા તે પહેલા જ માલ-મિલકતને ઘણું નુકસાન થઇ ચૂક્યું હતું. 

આ સેટ પર સુરેન્દર રેડ્ડીના દિગ્દર્શનમાં બની રહેલી 'સઇ રા નરસિમ્હા રેડ્ડી' ફિલ્મનું શૂટિંગ થવાનું હતું જેમાં ચિરંજીવી, નયનતારા લીડ રોલમાં છે અને અમિતાભ બચ્ચન પણ કામ કરી રહ્યા છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DKRXly
via Latest Gujarati News

Post a Comment

0 Comments