સ્મૃતિ ઇરાનીએ સુરેન્દ્રસિંહના પાર્થિવદેહને આપી કાંધ


અમેઠી, તા. 26 મે 2019, રવિવાર

અમેઠીમાં ચૂંટાયેલા સાંસદ સ્મૃતિ ઇરાનીના સહયોગી સુરેન્દ્ર પ્રતાપ સિંહની હત્યાથી ચકચાર મચી ગયો છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની નવી દિલ્હીથી અમેઠી પહોચી તેમના પરિવારની મુલાકાત કરી અને સુરેન્દ્રના હત્યારાઓને જલ્દીથી ઝડપવાનું આશ્વાસન આપ્યું, તેમજ અંતિમયાત્રા દરમિયાન સ્મૃતિ ઇરાનીએ સુરેન્દ્રસિંહના પાર્થિવ દેહને કાંધ આપી.

સુરેન્દ્ર સિંહની અંતિમયાત્રામાં રાજ્ય સરકારના મંત્રી અને ધારાસભ્યો પણ હાજર રહ્યાં. સુરેન્દ્રસિંહના પરિવારજનોએ હત્યા પાછળ રાજકિય દ્વેશ બતાવ્યો છે. સરેન્દ્રના પુત્ર અભયે આરોપ લગાવ્યો કે, સ્મૃતિ ઇરાનીની જીત અમે ઉજવી રહ્યાં હતા, જે ઘણાં કોંગ્રેસ સમર્થકોને સારુ લાગ્યું નહી, ક્યાંયને ક્યાય રાજકિય દ્વેશને કારણે પિતાની હત્યા કરવામાં આવી. અમે સ્મૃતિ ઇરાનીને અપીલ કરીએ છીએ કે, પિતાના હત્યારાઓને ઝડપથી ઝડપી સજા અપાવે.

નોંધનીય છે કે, સુરેન્દ્ર સિંહે 2019 લોકસભાની ચૂંટણીમાં સ્મૃતિ ઇરાનીના ચૂંટણી પ્રચારમાં ખુબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની નજીકના લોકો પ્રમાણે, ઘણાં ગામોમાં તેમનો ખાસ પ્રભાવ હતો, જેનો તેને ફાયદો આ ચૂંટણીમાં મળ્યો. કોંગ્રેસના ગઢમાં ગાબડુ પાડવાનો મોટાભાગનો શ્રેય સુરેન્દ્ર સિંહને જાય છે.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W2lm5S
via Latest Gujarati News

Post a Comment

0 Comments