કર્ણાટક સરકાર પર સંકટનું વાદળ: પૂર્વ સીએમ એસએમ કૃષ્ણાને મળવા પહોંચ્યા કોંગ્રેસના બે મોટા નેતા

કર્ણાટક, તા. 26 મે 2019 રવિવાર

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને હાર મળ્યા બાદ કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધનની સરકાર પર જોખમના વાદળ મંડરાયા લાગે છે. લોકસભા ચૂંટણીમાં 28માંથી માત્ર એક-એક બેઠક જીતનાર ગઠબંધનમાં અંદરો-અંદર ખેંચતાણ શરૂ થઈ ગઈ છે.

કોંગ્રેસના બે પ્રમુખ નેતાઓ કર્ણાટકમાં ભાજપ નેતા અને પૂર્વ સીએમ એસએમ કૃષ્ણા સાથે મુલાકાત કરવા પહોંચ્યા. રવિવારે કોંગ્રેસ નેતા રમેશ જારકીહોલી અને ડૉ સુધાકરે એસએમ કૃષ્ણાના આવાસ પર તેમની સાથે મુલાકાત કરી. 

કોંગ્રેસ નેતાઓની ભાજપ નેતાઓ સાથે મુલાકાત બાદ રાજ્યમાં રાજકીય ગરમાવો થયો છે. આ મુલાકાત વિશે રમેશ જરકીહોલીએ સ્પષ્ટીકરણ આપતા કહ્યુ કે આ કોઈ રાજકીય વાતચીત નથી. લોકસભામાં ભાજપ દ્વારા અભૂતપૂર્વ રીતે 25 બેઠકો જીતવા પર અમે લોકો માત્ર એસએમ કૃષ્ણાજીને શુભેચ્છા આપવા આવ્યા હતા. આ માત્ર એક શિષ્ટાચાર ભેટ હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Mk96ca
via Latest Gujarati News

Post a Comment

0 Comments