પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહારમાં ભૂંકપના આંચકા, કોઈ નુકસાન નહીં

નવી દિલ્હી, તા. 26 મે 2019 રવિવાર

પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહારમાં રવિવાર સવારે ભૂકંપના આંચકા આવ્યા. પશ્ચિમ બંગાળના બાંકુરામાં સવારે 10:39 મિનિટે ભૂંકપના હળવા આંચકા અનુભવાયા. બિહારના કેટલાક વિસ્તારોમાં સવારે લગભગ 10:55 વાગે ભૂકંપના આંચકા અનુભવાયા. ઝારખંડના પણ કેટલાક વિસ્તારોમાં લોકોને આંચકા અનુભવાયા.

પશ્ચિમ બંગાળમાં રિક્ટર સ્કેલ પર ભૂંકપની તીવ્રતા 4.8 માપવામાં આવી. હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યુ કે કોઈ પણ જાનહાનિ થઈ હોવાની માહિતી નથી. ભૂંકપ 23.3 ડિગ્રી અક્ષાંક્ષ અને 86.9 દેશાંતરમાં 10 કિલોમીટરની ઉંડાઈ પર કેન્દ્રિત હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2K3fnXa
via Latest Gujarati News

Post a Comment

0 Comments