
નવી દિલ્હી, તા. 26 મે 2019, રવિવાર
લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા સાથે જ કોલકત્તાના પૂર્વ પોલીસ કમિશ્નર અને મમતા બેનર્જીના નજીકના ગણાતા અધિકારી રાજીવ કુમારની મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો છે. રાજીવ કુમાર સામે CBIએ લુકઆઉટ નોટિસ જાહેર કરી છે. જેનો અર્થ છે કે. જો રાજીવ કુમાર વિદેશ જવાનો પ્રયાસ કરે તો તેની મુસાફરી પહેલા તમામ એરપોર્ટ ઓથોરિટી CBIને સુચના આપશે. 24મેએ જાહેર કરવામાં આવેલી આ નોટિસ એક વર્ષ સુધી રહેશે.
અત્રે નોંધનીય છે કે, રાજીવ કુમાર પર શારદા ચીટ ફંડ કૌભાંડ દરમિયાન પુરાવા સાથે ચેડા કરવાનો આરોપ છે. આ મામલે પુછપરછ કરવા માટે CBI રાજીવ કુમારની ધરપકડ કરવા માંગે છે. રાજીવ કુમારને 24 મે સુધી ધરપકડથી સંરક્ષણ મળેલું હતું. ધરપકડની સમય મર્યાદા વધારવા માટે તેઓ સુપ્રીમ કોર્ટમાં પણ ગયા હતા, જ્યાં તેમને ફટકો પડ્યો. સુપ્રીમ કોર્ટે તેમને કોલકત્તા હાઇકોર્ટ જવા માટે કહ્યું હતું.
ધરપકડની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ હવે રાજીવ કુમારની CBI ગમે ત્યારે ધરપકડ કરી શકે છે. ઉત્તરપ્રદેશના સંભલમાં તેમના ઘરે પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. આ સિવાય સુરક્ષા એજન્સીઓ રાજીવ કુમારને શોધવામાં લાગી ગઇ છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YUpS3n
via Latest Gujarati News
0 Comments