કેરળ, તા. 26 મે 2019 રવિવાર
શ્રીલંકામાં સીરિયલ બોમ્બ બ્લાસ્ટ બાદ આતંકીઓના એક મોટા ષડયંત્રની જાણ થઈ છે. શ્રીલંકાના અધિકારીઓએ કહ્યુ કે 15 આતંકીઓ લક્ષદ્વીપ તરફ આગળ વધી રહ્યા છે. ભારતીય સરહદની સુરક્ષામાં લાગેલી એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. કેરળ તટ પર હાઈએલર્ટ લાગુ કરી દેવાયુ છે.
શ્રીલંકાના અધિકારીઓએ 23 મેએ એક એલર્ટ જાહેર કર્યુ છે. આ એલર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ISISના 15 આતંકી એક સફેદ બોટ પર લક્ષદ્વીપ તરફ આગળ વધી રહ્યા છે. આ આતંકી કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે. એલર્ટ બાદ ભારતીય સુરક્ષા એજન્સીઓએ કેરળ પોલીસ અને તટરક્ષક દળોને એલર્ટ પર રહેવાનો આદેશ આપ્યો છે. સાથે જ માછીમારોને પણ એલર્ટ રહેવા કહેવામાં આવ્યુ છે.
ISISના આતંકવાદીઓની જાણ મેળવવા માટે શ્રીલંકા અને લક્ષદ્વીપોની આસપાસની સરહદ પર મલ્ટીપલ ડોર્નિયર અને કોસ્ટ ગાર્ડ જહાજોને તૈનાત કરવામાં આવ્યા છે.
સુરક્ષા એજન્સીઓનું કહેવુ છે કે આ પ્રકારના એલર્ટ સામાન્ય છે પરંતુ આ વખતે સંખ્યાને લઈને ખાસ માહિતી છે. આવી કોઈપણ શંકાસ્પદ નાવને જોતા અમે તટીય પોલીસ સ્ટેશન અને જિલ્લા પોલીસ પ્રમુખોને સતર્ક રહેવા માટે કહ્યુ છે. શ્રીલંકામાં હુમલાની ઘટના બાદ અમે સતર્ક છીએ. અમે માછલી પકડવાવાળી નાવ અને સમુદ્રમાં જનારા અન્ય લોકોને કોઈપણ સંદિગ્ધ ગતિવિધિને લઈને સતર્ક રહેવા માટે કહ્યુ છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VNEDTn
via Latest Gujarati News
0 Comments